રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા બુધવારે પોતાનો વાર્ષિક અહેવાલ રજુ કર્યો હતો.રૂ1000ની નોટો ચલણમાંથી પાછી ખેંચી લેવાયા પછી જૂની નોટો પૈકી 99 ટકા રકમ બેન્કિંગ સિસ્ટમમાં પરત આવી છે જ્યારે માત્ર 1.3 ટકા એટલે કે 8.9 કરોડ નોટો પરત આવી નથી.
કેન્દ્ર સરકારે નવેમ્બરમાં નોટબંધી લાગુ કરી હતી અને તે પછી ચલણમાં ફરતા રૂં. 15.44 લાખ કરોડ પૈકી પ્રતિબંધિત રૂ. 15.28 લાખ કરોડ બેન્કિંગ સિસ્ટમમાં પાછા આવી ગયા છે.જો કે નોટબંધી અગાઉ રૂ1000ની નોટોની કુલ સંખ્યા 632.6 કરોડ હતી એટલે કે ચલણમાં રૂ1000ની નોટોનું કુલ મુલ્ય રૂ6,326 કરોડ હતું. તેમાંથી 89 અબજ મુલ્યની નોટો પાછી ફરી નથી. નોટબંધી પછી ચલણમાં ફરતી નોટોના કુલ મુલ્યમાં રૂ2000ની નવી નોટોનો ભાગ 50.2 ટકા છે.
જો કે રિઝર્વ બેન્કે વધુમાં જણાવ્યું હતું કે નોટબંધી પછી નવી નોટોને લીધે 2016-17માં મુદ્રણ ખર્ચ બે ગણુ વધી રૂ. 7,965 કરોડ થયું છે. 2015-16માં રૂ. 3,421 કરોડ મુદ્રણ ખર્ચ થયો હતો. નોટબંધી પછી બેન્કિંગ સિસ્ટમમાં નોટોનુ ચલણ 20.2 ટકા ઘટ્યું છે. વર્તમાન વર્ષે ચલણમાં રહેલી નોટોનું મુલ્યા 13.1 લાખ કરોડ છે, જ્યારે ગયા વર્ષે આ મુલ્ય 16.4 કરોડ હતું.મહત્વનું છે કે આરબીઆઈના અહેવાલ પ્રમાણે માર્ચ 2017 સુધીમાં બેન્કીંગ સિસ્ટમમાંથી 7,62,072 નકલી નોટો પકડી પાડવામાં આવી હતી. રૂ2000 અને રૂ. 500ની નવી ડિઝાઈનની નોટોની નકલ ચિંતાજનક છે. રૂ2000ની નવી ડિઝાઈનની 638 અને રૂ500ની નવી ડિઝાઈનની 199 જાલી નોટો પકડી પાડવામાં આવી છે.