IPL 14/ રાજસ્થાન રોયલ્સમાં બટલર અને સ્ટોક્સની જગ્યા આ બે કેરિબિયન ખેલાડીએ લીધી

જોસ બટલર અને બેન સ્ટોક્સની ગેરહાજરીમાં રાજસ્થાન રોયલ્સે બે કેરેબિયન ખેલાડીઓનો ઉમેરો કર્યો છે. એક બેટ્સમેન ઇવિન લુઇસ અને બીજો ઝડપી બોલર ઓશેન થોમસ છે.

Sports
1 13 રાજસ્થાન રોયલ્સમાં બટલર અને સ્ટોક્સની જગ્યા આ બે કેરિબિયન ખેલાડીએ લીધી

જોસ બટલર અને બેન સ્ટોક્સની ગેરહાજરીમાં રાજસ્થાન રોયલ્સે બે કેરેબિયન ખેલાડીઓનો ઉમેરો કર્યો છે. એક બેટ્સમેન ઇવિન લુઇસ અને બીજો ઝડપી બોલર ઓશેન થોમસ છે. લુઇસ IPL માં મુંબઇ ઇન્ડિયન્સનો ભાગ રહ્યો છે જ્યારે થોમસ 2019 માં રાજસ્થાન રોયલ્સનો ભાગ હતો. લુઇસને બટલરની જગ્યાએ ટીમમાં રિપ્લેસ કરવામાં આવ્યો છે જ્યારે સ્ટોક્સની જગ્યાએ થોમસને ટીમમાં રિપ્લેસ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો – Cricket / Live મેચમાં મેદાનમાં આવી ગયો કૂકડો, બિંદાસ્ત અંદાજમાં ચાલતો જોવા મળ્યો, Video

ઇન્ડિયન પ્રીમિયર લીગ આ મહિનાની 19 મી (સપ્ટેમ્બર) થી ફરી એક વખત શરૂ થશે. કોવિડ-19 ને કારણે, ભારતમાં રમાતી આઈપીએલ 2021 ને અધવચ્ચે અટકાવીને મુલતવી રાખવી પડી. આ પછી નક્કી કરવામાં આવ્યું કે ટૂર્નામેન્ટ સંયુક્ત આરબ અમીરાત (UAE) માં યોજાશે. ટૂર્નામેન્ટનાં સ્થળ અને સમયને બદલવુ, ટી 20 વર્લ્ડ કપ નજીક આવવો, અને આ સાથે ઘણા દેશોમાં કોવિડની સ્થિતિ હજી સામાન્ય ન હોવાના કારણે, ઘણા વિદેશી ખેલાડીઓએ આઈપીએલમાંથી ખસી જવાનો નિર્ણય કર્યો છે. રાજસ્થાન રોયલ્સને આનો સૌથી મોટો ફટકો પડ્યો છે.

આ પણ વાંચો – Retirement / દક્ષિણ આફ્રિકાનાં આ દિગ્ગજ ખેલાડીએ ક્રિકેટમાંથી નિવૃત્તિ કરી જાહેર

જ્યારે આઈપીએલ 2021 ભારતમાં ચાલી રહી હતી, ત્યારે રાજસ્થાન રોયલ્સની ટીમ મુશ્કેલીમાં દેખાઇ રહી હતી. બેન સ્ટોક્સને ઈજા થઇ અને તેના બહાર થઈ ગયા પછી, લિયામ લિવિંગસ્ટોન કોવિડ પરિસ્થિતિમાંથી બહાર રહેવા માટે અચાનક ઘરે પાછો ફર્યો, જોફ્રા આર્ચર ઘાયલ થયો હતો જ્યારે એન્ડ્રુ ટાઈ પણ ઈજાનાં કારણે ટીમમાંથી બહાર હતો. આમાંથી બે મોટા આંચકા હતા – બેન સ્ટોક્સ અને જોફ્રા આર્ચર. તાજેતરની માહિતી એ છે કે ક્રિકેટમાંથી અનિશ્ચિત વિરામ લેનાર બેન સ્ટોક્સ, જોફ્રા આર્ચર જે ઈજામાંથી હજુ સુધી સાજા થયા નથી અને જોસ બટલર, જે આઈપીએલનાં બીજા તબક્કામાંથી દૂર કરવામાં આવ્યો છે, તે યુએઈમાં રાજસ્થાન ટીમનો ભાગ રહેશે નહીં.

થોડા દિવસો પહેલા જ જોફ્રા આર્ચરની જગ્યાએ રાજસ્થાન રોયલ્સે ન્યૂઝીલેન્ડનાં ખેલાડી ગ્લેન ફિલિપ્સને ટીમમાં સામેલ કર્યો હતો. હવે રોયલ્સે બેન સ્ટોક્સ અને જોસ બટલરની જગ્યાએ ખેલાડીઓનાં નામ જાહેર કર્યા છે. સ્ટોક્સની જગ્યાએ વેસ્ટ ઈન્ડિઝનાં ઓશેન થોમસને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે, જ્યારે જોસ બટલરની જગ્યાએ એવિન લુઇસને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.