ડિજિટલ પ્રોડક્ટ્સ માર્કેટમાં એક અગ્રણી નામ ઇનબેસને હાલની પોર્ટફોલિયોને મજબૂત કરવા માટે એક નવી સ્માર્ટવોચ – ‘અર્બન લાઇફ’ (Urban Lyf Smartwatch)લોન્ચ કરી છે. આ લોન્ચની સાથે ઇનબેસે તેના સ્માર્ટવોચ સેગમેન્ટમાં વિસ્તરણ કર્યું છે. નવી સ્માર્ટવોચ ઘણી રીતે અનોખી છે અને તે બજારમાં ઉપલબ્ધ સ્માર્ટવોચમાંની એક છે, જેમાં બ્લૂટૂથ કોલિંગ ફીચર સામેલ છે. આ સુવિધા દ્વારા યૂઝર કોલ કરી શેકે છે અને સ્માર્ટફોનને ખિસ્સામાંથી લીધા વગર જ જરૂરી કોલ્સ પ્રાપ્ત કરી શકે છે.
અર્બન લાઇફ સ્માર્ટવોચ ઘણી સુવિધાઓથી સજ્જ છે. આ યૂઝરના બ્લડપ્રેશને માપવાની સાથે સાથે ઉંઘ, હાર્ટ રેટ, સ્ટેપ કાઉન્ટ, બ્લડ ઓક્સિજન અને ઇસીજી જેવા બ્લડ પ્રેશરને માપવા સાથે સ્વાસ્થ્યને તપાસી શકે છે.
Samsung Galaxy M02ને ખરીદો માત્ર 5,999 રુપિયામાં, પણ શરત છે આટલી
અર્બન લાઇફ ત્રણ કલરમાં ઉપલબ્ધ છે. ઉપરાંત તેના પટ્ટા સરળતાથી બદલી શકાય છે. આ સ્માર્ટવોચ જેટ બ્લેક કેસ સાથે આવે છે, જેમાં મીડનાઇટ બ્લેક બેન્ડ છે. આ સિવાય તે સિલ્વર, વ્હાઇટ બેન્ડ અને રોઝ ગોલ્ડ કેસ છે.
નવી સ્માર્ટવોચ આવી ઘણી સુવિધાઓથી સજ્જ છે, યૂઝરને બ્લૂટૂથ કોલિંગ સુવિધા મળશે. આ સુવિધા દ્વારા યૂઝર કોલ મેસેજ પ્રાપ્ત કરી શકે છે અને તેના ખિસ્સામાંથી તેના સ્માર્ટફોનને લીધા વગર જરૂરી કોલ્સ પ્રાપ્ત કરી શકે છે. તેની બ્લૂટૂથ કનેક્ટિવિટી સાથે આ સ્માર્ટવોચ આઇઓએસ અને એન્ડ્રોઇડ સ્માર્ટફોન સાથે સરળતાથી જોડી શકાય છે.
અર્બન લાઇફ વોટરપ્રૂફ છે કારણ કે તે આઈપી 67 સર્ટિફાઇડ છે. આ સ્માર્ટવોચ ફુલ ટચ એચડી ડિસ્પ્લે સ્ક્રીન સાથે આવે છે, જે 1.75 ઇંચની છે.
અર્બન લાઇફમાં બેટરી કોલિંગ સાથે 2 દિવસ ચાલે છે જ્યારે કોલ કર્યા વગર વોચની બેટરી સાત દિવસ ચાલે છે.