ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી 7 બેઠકમાંથી 4 વિધાનસભા બેઠકની ગઈકાલે મળેલી પેટાચૂંટણી ચૂંટણીપંચની બેઠકમાં જાહેર કરવામાં આવી હતી. જ્યારે રાધનપુર, બાયડ અને મોરવા હડફની ચૂંટણી પેન્ડિંગ રાખવામાં આવી હતી. આજે ચૂંટણીપંચ દ્વારા ફરી એક વાર જાહેરાત કરવામાં આવી છે. જેમાં રાધનપુર અને બાયડ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીની પણ જાહેર કરવામાં આવી છે. આ બંને બેઠક પર આગામી 21મી ઓક્ટોબર ના રોજ પેટાચૂંટણી જાહેર કરવામાં આવી છે.
હવે જોવું રહ્યું છે કે, ભાજપ રાધનપૂર બેઠક પર પેટાચુંટણીમાં કોને ટિકિટ ફાળવે છે…? કોંગ્રેસનાં બાગી અને હાલ ભાજપમાં એવા અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા કે પછી કોઈ ભાજપના જૂના જોગી..? કે પછી ભાજપની ટેવ મુજબ કોઈ આશ્ચર્ય જ આવશે…!!
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.