Surendranagar News : સુરેન્દ્રનગરની સી.જે.હોસ્પિટલ ફરી વિવાદમાં ફસાઈ છે. આ હોસ્પિટલમાં કર્મચારીઓ પાસે સર્જરીના કામો કરાવવામાં આવતા હોવાની ચોંકાવનારી માહિતી બહીર આવી છે. જેમાં સી.જે.હોસ્પિટલના પટાવાળા અને નર્સિંગ સ્ટાફ પાસે ઓપરેશનો કરાવવામાંઆવતા હોવાનું જાણવા મળ્યું છે. જેને પગલે હોસ્પિટલના કર્મચારીઓએ જ કલેક્ટરને રજૂઆત કરી છે.
હોસ્પિટલના આ કર્મચારીઓએ તેમની રજૂઆત દરમિયાન ગંભીર આક્ષેપો કર્યા છે. કારણકે ડોક્ટરો દ્વારા કર્મચારીઓ પાસે સર્જરીના કામો કરાવવામાં આવે છે,. જેને કારણે સમગ્ર હોસ્પિટલના કર્મચારીઓમાં રોષ વ્યાપેલો છે. જેના ભાગરૂપે કર્મચારીઓ હોસ્પિટલમાં જલદ કાર્યક્રમો આપશે.
આ પણ વાંચો: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી ધર્મના આધારે જીત્યા ઉમેદવાર?
આ પણ વાંચો: સીએમ ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ફીડર બસ સેવાનો શુભારંભ કરાવ્યો
આ પણ વાંચો: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ચીફ ફાયર ઓફિસર તરીકે અમિત ડોંગરેની વરણી