ગુજરાતમાં કોરોનાના કેસો વધી રહ્યા છે, એવામાં ભાજપ અને કોંગ્રેસના નેતાઓ પણ કોરોનાની ઝપેટમાં આવ્યા છે. ત્યારે વધુ એક નેતા સરકારના વન અને પર્યાવરણ મંત્રી રમણ પાટકરનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અને ત્યારબાદ તેઓને યુએન મહેતા હાર્ટ ઇન્સ્ટિટ્યૂટમાં કોરોનાની સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે.
આપને જણાવી દઈએ કે, રમણ પાટકર મંગળવારે હોસ્પિટલમાં રૂટિન ચેકઅપ માટે ગયા હતા જેના બાદ તેઓમાં શંકાસ્પદ લક્ષણો દેખાતા કોરોનાનો રિપોર્ટ કરાવાયો હતો, તે પોઝીટીવ આવ્યો છે.
મહત્વનું છે કે રમણ પાટકર આ અગાઉ મુખ્યમંત્રીના નિવાસ સ્થાને યોજાયેલી અનેક મીટિંગોમાં હાજર રહ્યા હતા. પરંતુ તેમની તબિયત નાદુરસ્ત રહેતા તેઓ જાતે જ ટેસ્ટ કરાવવા પહોંચ્યા હતા.
રમણ પાટકરના રિપોર્ટ અંગે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે પણ પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું છે કે ગત બુધવારે યોજાયેલી બેઠકમાં તેઓ હાજર હતા. આ બેઠક મુખ્યમંત્રી આવાસસ્થાને યોજાઈ હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.