
કાનપુરનાં બીકરુ ગામમાં 8 પોલીસકર્મીની હત્યાનાં છ દિવસ બાદ ગુનાનાં મુખ્ય આરોપી વિકાસ દુબેનો બુધવારે સવારે હમીરપુર જિલ્લામાં એન્કાઉન્ટરમાં માર્યો ગયો હતો. એસટીએફનાં ઈન્સ્પેક્ટર જનરલ અમિતાભ યશે જણાવ્યું હતું કે, હમીરપુરનાં મૌદહા ખાતે એન્કાઉન્ટરમાં વિકાસ દુબેનાં સાથી અમર દુબે માર્યો ગયો છે. તેમણે જણાવ્યું હતું કે, દુબે પર 25,000 રૂપિયાનું ઇનામ જાહેર કરાયું હતું અને તે ગત સપ્તાહે ચૌબેપુર પોલીસ સ્ટેશન વિસ્તારનાં બીકરૂ ગામમાં બદમાશો દ્વારા ઘાત લગાવીને આઠ પોલીસકર્મીઓની હત્યાનાં મામલામાં સામેલ હતો.
એસપી હમીરપુર શ્લોક કુમારે જણાવ્યું કે, અમર દુબેનું લોકેશન મૌદહાની આસપાસ મળી આવ્યું હતું. આજે સવારે હમીરપુર પોલીસ અને એસટીએફની ચેકીંગ દરમિયાન અમર દુબેએ પોલીસ દળ ઉપર ફાયરિંગ કર્યું હતું. અમર દુબે બંને તરફથી ગોળી વાગતા ઘાયલ થયો હતો અને તેને તાત્કાલિક સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. ગોળીબારમાં ઘાયલ થયેલા ઈન્સ્પેક્ટર મનોજ શુક્લા અને સૈનિકને દાખલ કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે, અમર દુબે પાસેથી ઓટોમેટિક બંદૂકો અને ઘણાં હથિયારો મળી આવ્યા છે. આ પહેલા શુક્રવારે દુબેનાં બે સહયોગી પ્રેમ પ્રકાશ પાંડે અને અતુલ દુબે પણ આ ઘટના બાદ પોલીસ સાથેનાં એન્કાઉન્ટરમાં માર્યા ગયા હતા. જો કે આ ઘોર ગુનાનો મુખ્ય આરોપી રૂ.2.5 લાખનો ઇનામી ગેંગસ્ટર વિકાસ દુબે હજુ પણ ફરાર છે. પોલીસની ઘણી ટીમો તેની શોધ કરી રહી છે. આ અગાઉ, મંગળવારે રાત્રે, કાનપુરનાં વરિષ્ઠ પોલીસ અધિક્ષક દિનેશકુમાર પ્રભુએ બિકરુ ગામમાં 8 પોલીસકર્મીની હત્યા કર્યા બાદ સવાલોથી ઘેરાયેલા ચૌબેપુર પોલીસ સ્ટેશનમાં તૈનાત તમામ 68 પોલીસકર્મીઓને લાઇન હાજર કરી દીધા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.