ગુજરાતભરમાં મેઘો જામ્યો છે અને પાણી પાણીનાં દ્રશ્યો જોવામાં આવે છે અને ડેમ ઓવર ફ્લો થઇ ચૂક્યા છે અને રાજ્યનાં અનેક રોડ – રસ્તા બંધ થઇ ગયા છે. બે દિવસથી રાજ્યભરમાં વરસી રહેલો મેધો અમદાવાદ પર અત્યાર સુઘી રીઝિયો ન હતો. અમદાવાદમાંં સવારથી સંતાકૂકડી રમી રહેલો વરસાદ આખરેેેે મન મૂકીને વરસ્યો છે.
અમદાવાદ શહેર અને આસપાસના જિલ્લાઓમાં વીજળીના કડાકા અનેે કાળા ડિબાંગ વાદળો સાથે મેઘરાજાની મહેર શરૂ થઈ હતી. થોડી મિનિટ વરસેલા વરસાદે વાતાવરણમાં ઠંડક ફેલાવી દીધી હતી. સાથે જ અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાઠેર ઠેર-ઠેર પાણી ભરાતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ના પ્રિ-મોન્સૂન પ્લાન દાવાની પોલ છતી થઇ ગઇ હતી. થોડી મિનિટો ના વરસાદમાં અમદાવાદ શહેરનો માહોલ પાણી પાણી થઇ ગયો હતો.
શહેરના પૂર્વ વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ નોંધવામાં આવ્યો છે. નારોલથી નરોડા સુધીના અનેક વિસ્તારોમાં વરસાદ હાટકેશ્વર, સીટીએમ, ખોખરા, જશોદાનગરમાં વરસાદ અમરાઇવાડી, વસ્ત્રાલ,ઓઢવ, રખિયાલ, ગોમતીપુરમાં વરસાદ જોવામાં આવી રહ્યો છે.
#AhmedabadRain #Mantavyanews https://t.co/K5GMrhByrS
— Mantavya News (@mantavyanews) July 8, 2020
Loading tweet…