
કાનપુર એન્કાઉન્ટરનો માસ્ટર માઈન્ડ વિકાસ દુબે આખરે પોલીસનાં હથ્થે ચઢી ગયો છે. પોલીસનાં આઠ જવાનોની નિર્મમ હત્યા કરનાર વિકાસ દુબેની ધરપકડ ઉજ્જેનનાં મહાકાલ મંદિરેથી મધ્ય પ્રદેશની પોલીસે કરી છે. હવે તેની ધરપકડ થતો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્ચો છે. જેમા પોલીસની ટીમ તેને પોતાની સાથે લઇ જતી જોવા મળી રહી છે.
એન્કાઉન્ટરનાં સાતમા દિવસે, વિકાસ દુબેની મધ્ય પ્રદેશનાં ઉજ્જૈનથી ધરપકડ કરવામાં આવી હતી, જેને લઇને કહેવામાં આવી રહ્યું છે કે, તેણે પોતે સ્થાનિક મીડિયા અને પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું છે. પોલીસનાં હાથે ઝડપાયા પછી પણ વિકાસ પર કોઈ અસર પડી ન હોતી અને તેણે મીડિયા સામે સૂત્રોચ્ચાર કર્યા હતા, ‘.. હું વિકાસ દુબે છું … કાનપુરવાળો.
#WATCH Madhya Pradesh: Vikas Dubey, the main accused in #KanpurEncounter case, has been arrested in Ujjain pic.twitter.com/pmh5rwl3Z4
— ANI (@ANI) July 9, 2020
Loading tweet…