Not Set/ વંદે ભારત મિશન/ ચોથા તબક્કામાં વધુ 5.80 લાખ ભારતીયો દેશમાં પરત ફર્યા…

વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે, કોરોના વાયરસના રોગચાળાને પગલે સરકારે 7 મે 2020નાં રોજ ‘વંદે ભારત રીટર્ન’ અભિયાન શરૂ કર્યું ત્યારથી 5.80 લાખથી વધુ ભારતીયો વિદેશથી સ્વદેશ પરત ફર્યા છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે કહ્યું કે પરત આવેલા કુલ લોકોમાંથી 97000 થી વધુ ભારતીય નેપાળ, ભૂટાન અને બાંગ્લાદેશથી ગ્રાઉન્ડ ચેક પોસ્ટ્સ દ્વારા પાછા ફર્યા છે. આ અભિયાનનો […]

Uncategorized
9216d09788525966705c2d4fe2b0ea24 1 વંદે ભારત મિશન/ ચોથા તબક્કામાં વધુ 5.80 લાખ ભારતીયો દેશમાં પરત ફર્યા...

વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે, કોરોના વાયરસના રોગચાળાને પગલે સરકારે 7 મે 2020નાં રોજ ‘વંદે ભારત રીટર્ન’ અભિયાન શરૂ કર્યું ત્યારથી 5.80 લાખથી વધુ ભારતીયો વિદેશથી સ્વદેશ પરત ફર્યા છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે કહ્યું કે પરત આવેલા કુલ લોકોમાંથી 97000 થી વધુ ભારતીય નેપાળ, ભૂટાન અને બાંગ્લાદેશથી ગ્રાઉન્ડ ચેક પોસ્ટ્સ દ્વારા પાછા ફર્યા છે.

આ અભિયાનનો પ્રથમ તબક્કો 7થી 15 મે દરમિયાન હાથ ધરવામાં આવ્યો હતો. આ અભિયાનનો બીજો તબક્કો 17 મેથી 22 મે દરમિયાન નક્કી કરવામાં આવ્યો હતો. જોકે, સરકારે તેને 10 જૂન સુધી લંબાવી દીધું હતું. ત્રીજો તબક્કો 11 જૂનથી 2 જુલાઈ સુધી નક્કી કરવામાં આવ્યો હતો. હાલમાં, ઝુંબેશનો ચોથો તબક્કો ચાલી રહ્યો છે.

શ્રીવાસ્તવે ઓનલાઇન મીડિયા બ્રીફિંગમાં જણાવ્યું હતું કે, “10 મી જુલાઈ સુધીમાં, આ અભિયાન હેઠળ વિદેશમાં અમારા મિશન સાથે અરજીઓ નોંધાવનારા 661352વ્યક્તિઓમાંથી 580000 થી વધુ લોકો આ અભિયાન હેઠળ પરત ફર્યા છે.” . તે જ સમયે, વિદેશ મંત્રાલયે લોકડાઉન દરમિયાન ભારતમાં ફસાયેલા 118 દેશોના 1.2 લાખથી વધુ વિદેશી નાગરિકોના સલામત સ્થળાંતરમાં પણ મદદ કરી હતી. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews