દાયકાઓથી ચાલતું આ ગુંડારાજમાં યુપી તે વખતે ડાકુઓના હવાલે હતું.,અને હવે સમય બલદાતા તે ડાકુઓએ ગેંગસ્ટરનું રૂપ લીધુ છે..,માત્ર ફૂલનદેવી અને દદુઆ જેવા ખુંખાર ડાકુઓ જ નહી.,યુપીમાં નિર્ભય ગુર્જર..,શ્રી પ્રકાશ શુકલા અને મુન્ના બજરંગીનો પણ દબદબો હતો..,આ એવા નામો હતા જે ઉત્તરપ્રદેશના લોકોને ડરાવતા હતા.., જાણીલો કેવા હતા આ ખૂંખાર અપરાધિ…,
UP માટે ગુંડારાજ કોઇ નવી વાત નથી, પૂર્વે પણ હતા આવા ખૂંખાર અપરાધિ અહ્યાં… Part – 1
નિર્ભય ગુર્જર
બે રાજ્યોની પોલીસે નિર્ભય ગુર્જર પર અઢી લાખનું ઇનામ રાખ્યું હતું..,નિર્ભય ગુર્જર ચંબલના જંગલોનો કુખ્યાત ડાકુ હતો..,8 નવેમ્બર 2005માં પોલીસે તેનું એન્કાઉન્ટર કર્યું હતું..,તેના પર યૂપી અને મધ્યપ્રદેશ સરકારે 2.5-2.5 લાખ રૂપિયાનું ઇનામ રાખ્યું હતું.,નિર્ભય ગુર્જર વિરુદ્ધ અપહરણ અને મર્ડરના 200થી વધુ કેસ પોલીસ ચોપડે નોંધાયેલા હતા..,નિર્ભય ગુર્જરને યુવતીઓ ખૂબ પસંદ હતી..,તે ગેંગમાં યુવતીઓને પણ રાખતો હતો..,તેમાં સીમા પરિહાર, મુન્ની પાંડે, પાર્વતી ઉર્ફ ચમકો, સરલા જાટવ અને નીલમ પ્રમુખ હતી.,UP અને મધ્યપ્રદેશના ઘણા વિસ્તારોમાં તેનો ભય હતો..,ચોરી, લૂંટફાંટ અને મર્ડર સાથે તે લોકોના હાથ-પગ પણ કાપી લેતો હતો..,
UP માટે ગુંડારાજ કોઇ નવી વાત નથી, પૂર્વે પણ હતા આવા ખૂંખાર અપરાધિ અહ્યાં… Part – 1
શ્રીપ્રકાશ શુક્લા
શ્રીપ્રકાશ શુક્લા શાર્પ શૂટર અને કિલર નામથી પ્રસિદ્ધ હતો..,તેના ખૌફથી આખુ ઉત્તરપ્રદેશ કાંપતું હતું..,શ્રીપ્રકાશે 1997માં લખનૌમાં બાહુબલી નેતા વીરેન્દ્ર શાહીની હત્યા કરી નાખી હતી.,ત્યારબાદ 13 જૂન 1998ના બિહાર સરકારના મંત્રી બૃજબિહારી પ્રસાદને..,તેમના સુરક્ષાકર્મીઓની સામે જ ગોળીઓથી વીંધી નાખ્યા હતા..,કહેવાય છે કે શ્રીપ્રકાશે તત્કાલિન મુખ્યમંત્રી કલ્યાણસિંહની પણ હત્યાની સોપારી પણ લીધી હતી..,પાંચ કરોડમાં મુખ્યમંત્રીની હત્યાનો સોદો નક્કી થયો હતો. 23 સપ્ટેમ્બર 1998ના STFની ટીમે શ્રીપ્રકાશનું એન્કાઉન્ટર કરી નાખ્યું હતું.
UP માટે ગુંડારાજ કોઇ નવી વાત નથી, પૂર્વે પણ હતા આવા ખૂંખાર અપરાધિ અહ્યાં… Part – 1
મુન્ના બજરંગી
મુન્ના બજરંગીએ 250 રૂપિયાના તમંચાથી 250 કરોડનું સામ્રાજ્ય ઉભું કર્યું હતું..,પૂર્વાંચલના કુખ્યાત ગેંગસ્ટર પ્રેમ પ્રકાશ સિંહ ઉર્ફે મુન્ના બજરંગીની હત્યા 2018માં બાગપત જેલમાં થઇ હતી.,જયાં તેને ગોળી મારવામા આવી હતી. 1984માં એક વેપારીની હત્યા બાદ..,1996માં જોનપુરના બીજેપી નેતા..,રામચંદ્રસિંહની હત્યા કરીને પૂર્વાંચલના બાહુબલી મુખ્તાર અંસારીની ગેંગમાં સામેલ થઇ ગયો..,1996માં મુખ્તાર અંસારી સમાજવાદી પાર્ટીની ટિકિટ પર.,મઉથી ચૂંટણી લડ્યો અને ધારાસભ્ય બન્યો..,ત્યારબાદ પૂર્વાંચલમાં સરકારી કોન્ટ્રાક્ટ અને વસુલીનો વેપાર.,મુખ્તાર અંસારીના ઇશારે મુન્ના કરવા લાગ્યો હતો. 29 નવેમ્બર 2005ના મુન્ના બજરંગીએ ભાજપના ધારાસભ્ય..,કૃષ્ણાનંદ રાયની ધોળા દિવસે હત્યા કરી નાખી હતી..,તેણે તેમના સહયોગીઓ સાથે મળીને રાયની બે ગાડીઓ પર 400થી વધુ ગોળીઓ ચલાવી હતી..,આ હત્યાકાંડ બાદ તે મોસ્ટ વોન્ટેડ બની ગયો હતો..,તેના પર સાત લાખ રૂપિયાનું ઇનામ જાહેર કરવામા આવ્યું હતું. મુન્ના બજરંગીએ તેના 20 વર્ષના ગુનાહિત જીવનમાં લગભગ 40 હત્યા કરી હતી.,
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….