પંજાબી અને જાટ સમુદાય પર વિવાદિત નિવેદનો આપનારા ત્રિપુરાના મુખ્ય પ્રધાન બિપ્લબ કુમાર દેબે સ્પષ્ટતા આપી છે. સીએમ બિપ્લબ કુમાર દેબે કહ્યું કે અગરતલા પ્રેસ ક્લબ ખાતે આયોજિત એક કાર્યક્રમમાં મેં મારા પંજાબી અને જાટ ભાઈઓ વિશે કેટલાક લોકોની વિચારસરણીનો ઉલ્લેખ કર્યો હતો. મારી ધારણ કોઈ સમાજને નુકસાન પહોંચાડવાની નહોતી.
સીએમ બિપ્લબ કુમાર દેબે કહ્યું કે મને પંજાબી અને જાટ બંને સમુદાયો પર ગર્વ છે. હું ખુદ લાંબા સમયથી તેમની વચ્ચે છું. મારા ઘણા અભિન્ન મિત્રો આ સમાજમાંથી આવે છે. જો મારા નિવેદનથી કોઈની લાગણી દુભાય છે, તો હું તે માટે વ્યક્તિગત રૂપે માફી માંગું છું.
अगरतला प्रेस क्लब में आयोजित एक कार्यक्रम में मैंने अपने पंजाबी और जाट भाइयों के बारे मे कुछ लोगों की सोच का जिक्र किया था। मेरी धारणा किसी भी समाज को ठेस पहुंचाने की नहीं थी।
मुझे पंजाबी और जाट दोनों ही समुदायों पर गर्व है। मैं खुद भी काफी समय तक इनके बीच रहा हूँ।— Biplab Kumar Deb (@BjpBiplab) July 21, 2020