Not Set/ રાજીવ ગાંધીની હત્યારી નલિનીએ જેલમાં કર્યો આપધાતનો પ્રયાસ, જાણો શું છે કારણ

પૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીની હત્યાના દોષી બનેલી નલિની શ્રીહરને ગઈકાલે રાત્રે જેલમાં આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. નલિની વેલ્લોર જેલમાં બંધ છે જ્યાં તેણે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. આપઘાતનો પ્રયાસ કર્યા બાદ નલિનીને જેલની હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી જ્યાં તેની હાલત ઠીક જણાઈ રહી છે. મળતી માહિતી મુજબ નલિનીએ સાડી વડે જેલમાં […]

Uncategorized
66e334b266f1f70ceba2571654894210 1 રાજીવ ગાંધીની હત્યારી નલિનીએ જેલમાં કર્યો આપધાતનો પ્રયાસ, જાણો શું છે કારણ

પૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીની હત્યાના દોષી બનેલી નલિની શ્રીહરને ગઈકાલે રાત્રે જેલમાં આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. નલિની વેલ્લોર જેલમાં બંધ છે જ્યાં તેણે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. આપઘાતનો પ્રયાસ કર્યા બાદ નલિનીને જેલની હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી જ્યાં તેની હાલત ઠીક જણાઈ રહી છે.

મળતી માહિતી મુજબ નલિનીએ સાડી વડે જેલમાં આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. આપને જણાવી દઈએ કે નલિની શ્રીહરન પૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીની હત્યામાં આજીવન કેદની સજા ભોગવી રહી છે.

નલિનીના વકીલ પુગલેન્ટીના જણાવ્યા અનુસાર જેલમાં એક કેદી સાથે તેનો ઝગડો થયો હતો, ત્યારબાદ તેણે આ પગલું ભર્યું હતું. નલિની 29 વર્ષથી આ જેલમાં બંધ છે અને આ પહેલીવાર છે જ્યારે તેણે આ પ્રકારનું પગલું ભરવાનો પ્રયાસ કર્યો છે. આ દરમિયાન, નલિનીના પતિ મુરુગને તેની બીજી જેલમાં ટ્રાન્સફર કરવાની માંગ કરી છે.

વકીલનું કહેવું છે કે નલિનીના પતિની આ માંગ પર કોર્ટનો દરવાજો ખટખટાવશે. એવું કહેવામાં આવે છે કે નલિનીનો જે મહિલા કેદી સાથે વિવાદ થયો છે, તેને પણ આજીવન કેદની સજા કરવામાં આવી છે. આવી સ્થિતિમાં નલિનીના જીવનને લઈને જોખમ હોઈ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.