
અમદાવાદ શહેરમાં પાનનાં ગલ્લા ચલાવી રહેલા લોકો માટે તાજેતરમાં ખરાબ સમય ચાલી રહ્યો હોય તેવુ લાગી રહ્યુ છે. પાનનાં ગલ્લાને મંજુરી બાબતે અમદાવાદ કોર્પોરેશનની બેવડી નીતિ સામે ગલ્લા ધારકોમાં રોષ જોવા મળી રહ્યો છે. થોડા દિવસ પહેલા પાનનાં ગલ્લા પાસે ગંદકી દેખાય કે કોઇ થુંકે તો ગલ્લા માલિક પાસેથી 10 હજારનો દંડ વસુલવાનો નિર્ણય કરાયો હતો. જે અંતર્ગત આરંભે શુરા અને દંડ વસુલવાનાં કામમાં માહેર તંત્રએ કેટલાક ગલ્લાને ગંદકીનાં કારણથી સીલ કરી દીધા હતા.
જો કે માત્ર ગણતરીનાં દિવસો બાદ જ તંત્રએ 10 હજારનાં બદલે પાંચ હજાર રૂપિયા દંડ વસુલી ફરીથી પાનનાં ગલ્લા ખોલવાની મંજુરી આપી દીધી. મળતી માહિતી પ્રમાણે ભાજપ- કોંગ્રેસ બન્નેં હોદ્દેદારોએ આ અંગે ઉગ્ર રજૂઆતો કરી હતી. સ્ટેન્ડીંગ કમિટીમાં આ મુદ્દે હોબાળો થયો હતો અને ત્યારબાદ મનપાએ નિર્ણયમાં ફેરફાર કર્યો છે. જો કે આ ફેરફાર બાદ મહાનગરપાલિકની બેવડી નીતિ સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.