વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ‘મણિપુર વોટર સપ્લાય પ્રોજેક્ટ‘ નો શિલાન્યાસ કર્યો. આ કાર્યક્રમ પૂર્વે, પીએમ મોદીએ આ અંગે ટવીટ કરીને કહ્યું હતું કે, આ પ્રોજેક્ટ આપણા ‘હર ઘર જલ‘ નાં મિશનને પ્રોત્સાહન આપશે અને મણિપુરનાં લોકોને તેનો મોટો ફાયદો થશે. આ પ્રોજેક્ટ અંતર્ગત કેન્દ્ર સરકારે મણિપુરનાં લોકોને ઘરેલું નળ કનેક્શન દ્વારા પીવાનું શુધ્ધ પાણી પહોંચાડવાનું લક્ષ્ય રાખ્યું છે અને આ માટે નાણાં પણ પૂરા પાડ્યા છે.
આપને જણાવી દઈએ કે, ‘હર ઘર જલ‘ નાં નારા આપીને કેન્દ્ર સરકારે 2024 સુધીમાં ગ્રામીણ વિસ્તારોનાં તમામ ઘરોને શુદ્ધ અને પૂરતા પ્રમાણમાં પાણી પહોંચાડવા માટે ‘જલ જીવન મિશન‘ શરૂ કર્યું હતું. આ અંતર્ગત આજે ‘મણિપુર પાણી પુરવઠા પ્રોજેક્ટ‘ ની શરૂઆત થઈ છે. જાણો આ પ્રોજેક્ટ વિશેની પાંચ મોટી બાબતો વિશે…
1 – ‘મણિપુર પાણી પુરવઠા પ્રોજેક્ટ‘ એક બાહ્ય રીતે ભંડોળ પૂરું પાડવામાં આવતું પ્રોજેક્ટ છે. આ પ્રોજેક્ટનો ઉદ્દેશ ગ્રેટર ઇમ્ફાલ યોજનાનાં બાકીનાં વિસ્તારો માટે તાજા અને શુધ્ધ પાણી આપવા માટે ઘરેલુ નળ જોડાણો પૂરા પાડવાનો છે, જેમાં મણિપુરનાં 16 જિલ્લાઓ, 25 શહેરો અને 1,731 ગ્રામીણ વસાહતોમાં 2,80,756 મકાનો આવરી લેવામાં આવ્યા છે.
2 – મણિપુરની 1,185 વસાહતો અને 1,42,749 મકાનોને સ્વચ્છ જળ ઘરેલું નળ કનેક્શન પૂરા પાડવા કેન્દ્ર સરકારે ‘જલ જીવન મિશન‘ હેઠળ આ પ્રોજેક્ટ માટે નાણાં પૂરા પાડ્યા છે.
3 – આ પ્રોજેક્ટ વર્ષ 2024 સુધીમાં ‘હર ઘર જલ‘ નું લક્ષ્ય હાંસલ કરવાના મણિપુર સરકારનાં પ્રયત્નોનો એક મહત્વપૂર્ણ ભાગ છે.
4 – આ પ્રોજેક્ટની કિંમત આશરે 3054.58 કરોડ રૂપિયા છે, જેમાંથી ન્યૂ ડેવલપમેન્ટ બેંક દ્વારા જારી કરાયેલી લોન પણ ફંડનો એક ભાગ છે.
5 – મણિપુરનાં રાજ્યપાલ નજમા હેપતુલ્લા, મુખ્ય પ્રધાન એન બિરેન સિંહ અને તેમનું મંત્રીમંડળ પણ રાજ્યનાં ઘણા સાંસદો અને ધારાસભ્યો પ્રોજેક્ટનાં શિલાન્યાસ દરમિયાન હાજર રહ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.