ઉત્તર પ્રદેશ સરકારે લોકડાઉન દરમિયાન પણ દારૂની દુકાનો ખુલ્લી રાખવાની જાહેરાત કરી છે. ઉત્તર પ્રદેશની યોગી સરકારે લોકડાઉન દરમિયાન પણ શનિવાર અને રવિવારે દારૂની દુકાનો ખોલવાનો નિર્ણય લીધો છે. સરકાર દ્વારા અપાયેલી સૂચના મુજબ હવે કન્ટેનમેન્ટ ઝોનની બહાર આવેલી દારૂની દુકાનોને પણ શનિવાર અને રવિવારે ખુલવામાં આવશે.
આપને જણાવી દઈએ કે ઉત્તરપ્રદેશમાં કોરોનામાં સતત વધી રહેલા કેસની વચ્ચે દર અઠવાડિયે શુક્રવારે રાત્રે 10 થી સોમવારે સવારે 5 વાગ્યા સુધી લોકડાઉન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ દરમિયાન આવશ્યક સેવાઓ સિવાય તમામ દુકાનોને બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, પરંતુ હવે સરકારે આદેશ આપ્યો છે કે કન્ટેનમેન્ટ ઝોન બહારની તમામ દારૂની દુકાનોને લોકડાઉન દરમિયાન ખોલવામાં આવશે. આબકારી વિભાગ દ્વારા જારી કરાયેલા આદેશમાં જણાવાયું છે કે લોકડાઉન દરમ્યાન કન્ટેનમેન્ટ ઝોનની બહાર આવેલી દારૂની દુકાનો સવારે 10 થી રાત્રે 9 વાગ્યા સુધી ખુલી રહેશે.
યુપી સરકારનાં આ નિર્ણયને વિપક્ષે નિશાન બનાવ્યો છે. કોંગ્રેસે યોગી આદિત્યનાથનાં આ નિર્ણયની તુલના રામરાજ્ય સાથે કરતા કટાક્ષ કર્યો હતો. યુપી કોંગ્રેસનાં પ્રદેશ અધ્યક્ષ અજયકુમાર લલ્લુએ કહ્યું હતું કે જો સરકાર એમ કહે છે કે જો સામાજિક અંતરની કાળજી નહી લો તો કોરોના થઇ જશે, ત્યારે શું દારૂની દુકાનો પર જ્યા સૌથી વધુ ભીડ હોય છે ત્યા આ કરવાથી કોરોના નહી થાય?
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.