દેશમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે અને લાગે છે કે તે હવે કાબૂ બહાર છે. છેલ્લા 24 કલાક દરમિયાન દેશમાં ફરી એકવાર કોરોના વાયરસના કેસમાં તીવ્ર વધારો થયો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય અનુસાર, શુક્રવારે સવારે 8 થી શનિવારે સવારે 8 વાગ્યા સુધી દેશભરમાં કોરોના વાયરસના કુલ 48916 નવા કેસ નોંધાયા છે. આ નવા કેસની સાથે દેશમાં હવે કોરોના વાયરસના કુલ કેસની સંખ્યા 1287945 પર પહોંચી ગઈ છે.
કોરોના સંક્રમણને કારણે લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે અને મૃત્યુની સંખ્યામાં પણ વધારો થઇ રહ્યો છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, 24 કલાક દરમિયાન, દેશભરમાં કોરોના વાયરસથી 757 લોકો મૃત્યુ પામ્યા છે અને આજ સુધી આ વાયરસથી દેશમાં કુલ 31358 લોકો મૃત્યુ પામ્યા છે.
દેશમાં કોરોનાના નવા કેસ નોંધાયાની સાથે, રાહતની વાત છે કે હવે સાજા થનારા લોકોની સંખ્યા પણ ઝડપથી વધી રહી છે. છેલ્લા 24 કલાક દરમિયાન 32223 લોકો દેશભરમાં કોરોના વાયરસથી સંપૂર્ણ સ્વસ્થ થયા છે. આ એક જ દિવસમાં ઠીક થઈ ગયેલા લોકોની આ સૌથી મોટી સંખ્યા છે અને અત્યાર સુધીમાં, દેશભરમાં કુલ 849431 લોકો કોરોના વાયરસથી સંપૂર્ણપણે સ્વસ્થ થયા છે. દેશમાં કોરોના વાયરસની રિકવરી રેટ 63.53 ટકા થઇ ગયો છે. દેશમાં કોરોનાના કુલ સક્રિય કેસ હવે 456071 છે.
દેશમાં કોરોના દર્દીઓની ઓળખ માટે રેકોર્ડ બ્રેક ટેસ્ટ છે અને વિશ્વવ્યાપી અમેરિકા અને રશિયા પછી ભારત સૌથી વધુ પરીક્ષણ કરનાર દેશ છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર) અનુસાર શુક્રવારે દેશમાં 4.20 લાખથી વધુ કોરોના પરીક્ષણો લેવામાં આવ્યા છે અને આજ સુધીમાં દેશમાં કુલ 1.58 કરોડથી વધુ પરીક્ષણો કરવામાં આવ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.