
હૈદરાબાદ સ્થિત એક રીયલ એસ્ટેટ વેપારીએ ભારત રત્ન અને ક્રિકેટના ભગવાન કહેવાતા સચિન તેંડુલકરને ચૂનો લગાવ્યો છે. સુધીર રેડ્ડી નામના ઉદ્યોગપતિએ આરોપ લગાવ્યો કે હૈદરાબાદ સ્થિત રીઅલ એસ્ટેટના વેપારી કોટા રેડ્ડીએ તેમના પુત્ર અદિત્યના નામે ‘શ્રી અદિતિ હોમ્સ પ્રાઈવેટ લિમિટેડ’ નામની કંપની ખોલીને ઘણા મોટા સ્ટાર્સને ઠગ્યા છે.
સુધીર રેડ્ડીનો આક્ષેપ છે કે, મોટા મોટા સેલેબ્રેટીઓને વૈભવી મકાન બનાવવા માટે સારી જમીન અપાવા માટે તળાવની જમીન આપવામાં રહી છે, જો કે આ જમીન સરકારની હોય છે. સુધીર રેડ્ડી કહે છે કે કોટા રેડ્ડીએ ક્રિકેટના ભગવાન ગણાતા સચિન તેંડુલકર સાથે છેતરપિંડી કરી છે.
આ વાતની સચિનને ખબર ન હતી કે, તેઓ ક્લીન બોલ્ડ થઇ ગયા છે. કોટા રેડ્ડીએ લેક વ્યુ સાથે આલીશાન ઘર બનાવવા માટે સપના બતાવીને હૈદરાબાદથી 40 કિમી દુર રંગારેડ્ડી
જીલ્લામાં મહેશ્વરમ મંડળ સ્થિત રવીયાર્લ તળાવની જમીનને વેચી દીધી હતી, જે જમીન ઘર બનાવા લાયક હોતી નથી અને સરકાર પણ આ જગ્યાએ ઘર બનાવા માટે પરવાનગી આપતી નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.