જમ્મુ-કાશ્મીર પોલીસ અને સેનાએ રવિવારે સંયુક્ત સર્ચ ઓપરેશનમાં આતંકીઓનાં ઠેકાણાઓનો પર્દાફાશ કર્યો છે. આતંકવાદીઓ શોપિયાંનાં દાચૂ નાં બાગમાં રહેતા હતા. સેનાએ આ બેઝમાંથી 4 ગ્રેનેડ લોંચર્સ, 3 ચાઇનીઝ ગ્રેનેડ, એકે-47 મેગેઝિન અને અન્ય હથિયારો મળી આવ્યા છે. પૂંછ જિલ્લાનાં લોરણ વિસ્તારમાં, સુરક્ષા દળોએ આતંકનું ઠેકાણું ધ્વસ્ત કર્યુ હતું અને ત્યાં આઠ કિલોનાં આઈઈડી અને બે હેન્ડ ગ્રેનેડ છુપાયેલા જોવા મળ્યા હતા.
રવિવાર સવારથી લોરન વિસ્તારમાં તૈનાત સુરક્ષા દળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. બપોર પછી, સુરક્ષા દળોને એક આતંકવાદી ઠેકાણું મળ્યુ. જે બાદ તેને તોડી પાડવામાં આવ્યુ હતુ. આર્મી અને પોલીસ ટીમો આગામી દિવસોમાં સર્ચ ઓપરેશન ચાલુ રાખી શકે છે. જમ્મુ-કાશ્મીરમાં, આતંકવાદી હુમલા પણ તાજેતરનાં સમયમાં સતત સામે આવી રહ્યા છે. શોપિયાંમાં, રવિવારે આતંકવાદીઓએ સુરક્ષા ચોકીને નિશાન બનાવ્યું હતું. શોપિયાં જિલ્લાનાં શુગલુ ખાતે આતંકવાદીઓએ સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ) અને જમ્મુ-કાશ્મીર પોલીસની સંયુક્ત ચોકી પર હુમલો કર્યો. હુમલો કર્યા બાદ આતંકીઓ તે સ્થળેથી ભાગી ગયા હતા.
#WATCH Joint Search Op launched in orchards of Dachoo (Shopian) today. Hideout busted. 4 Under Barrel Grenade Launcher Grenades&3 Chinese Grenades recovered&destroyed in-situ. AK-47 magazine,ammunition&administrative stores also seized: Indian Army (Video Source-Indian Army) pic.twitter.com/Cy2ghYDhxE
— ANI (@ANI) July 26, 2020
Loading tweet…