રાજસ્થાનમાં રાજકીય સંકટ એક રસપ્રદ વળાંક લઈ રહ્યું છે. ફ્લોર ટેસ્ટ અંગેની ગેહલોત સરકારને બસપાના ધારાસભ્યોના મર્જરની વિરુદ્ધમાં દાખલ કરવામાં આવેલી અરજી પર હાઈકોર્ટ તરફથી મોટી રાહત મળી શકે છે, પરંતુ બળવાખોર સચિન કેમ્પે એક નવો દાવો કર્યો છે. 15 ધારાસભ્યો તેઓના સંપર્કમાં છે અને તેઓ છૂટા થતાં જ અમારામાં જોડાશે.
પાઇલટ કેમ્પના ધારાસભ્ય હેમારામ ચૌધરીએ જણાવ્યું હતું કે, અશોક ગેહલોત કેમ્પનાં 10 થી 15 ધારાસભ્યો સાથે અમારા સંપર્કમાં છે, જે એમ કહી રહ્યા છે કે તેઓ છૂટી જતાંની સાથે જ તેમની સાથે જોડાશે. ગેહલોત પ્રતિબંધોને દૂર કરે છે, તો સ્પષ્ટ થઈ જશે કે કેટલા ધારાસભ્યો અમારી તરફેણમાં છે. ”
બીજી તરફ કોંગ્રેસે કહ્યું છે કે રાજસ્થાનના રાજ્યપાલની ભૂમિકા આઘાતજનક અને ચિંતા જનક રહી છે અને પાર્ટીએ સોમવારે ભાજપના નિયુક્ત રાજ્યપાલોની સમાન ભૂમિકાના વિરોધમાં દેશભરમાં રાજ ભવન્સ સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું.
10-15 MLAs of Ashok Gehlot camp are in contact with us & are saying they will come to our side as soon as they are set free. If Gehlot removes restrictions, it’ll become clear how many MLAs remain on their side: Hemaram Choudhary, MLA, Sachin Pilot camp#RajasthanPoliticalCrisis pic.twitter.com/2ikP7h1Rut
— ANI (@ANI) July 27, 2020