કેન્દ્રીય પરિવહન મંત્રાલય દ્વારા વધુ એક જાહેરાત કરવામાં આવી છે અને ફરી આ જાહેર મામલે લોકો રોડ પર ઉતરે તેવી વકી જોવામાં આવી રહી છે. જી હા, લોકો આ જાહેરને ફતવા તરીકે જોઇ રહ્યા છે. કેન્દ્રીય પરિવહન મંત્રાલયે જાહેરનામુ બહાર પાડયું છે અને જાહેરનામા પ્રમાણે હવે દ્વિચક્રી વાહન પર પાછળ હેન્ડલ ફરજીયાત કરી દેવામાં આવ્યું છે. પહેલા હેલમેટ અને બેલ્ટ અને હવે હેન્ડલ…લોકોમાં આ મામલો હોલથી જ ચર્ચા સર્જી રહ્યો છે અને લોકો પુછી રહ્યા છે કે, આમ કરવાથી અકસ્માત અટકી જશે ?
પ્રાપ્ત વિગતો પ્રમાણે દ્વિચક્રી વાહન પર પાછળ બેસનારની સલામતીને ધ્યાનમાં રાખી સલામતીનાં હેતુથી દ્વિચક્રી વાહનમાં હેન્ડલ ફરજીયાત કરવામાં આવ્યું છે. કેન્દ્રીય પરિવહન મંત્રાલયે બહાર પાડેલ જાહેરનામાની અમલાવરી આગામી વર્ષ એટલે કે, જાન્યુઆરી 2022થી શરુ કરવામાં આવશે. દેશમાં વધતા અકસ્માત અને અકસ્માતી મૃત્યુને રોકવા માટે આ નિર્ણય લેવાયો છે. આ સાથે સાથે વાહનની જમણી બાજુએ વ્હીલને પણ કવર કરવું ફરજીયાત કરવામાં આવ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….