
સૂત્રોના જણાવ્યા અનુસાર ગુપ્તચર એજન્સી આરએડબ્લ્યુએ તમામ એજન્સી, સ્ટેટ પોલીસને આ ચેતવણી આપી છે. આ સાથે, યુપી એસટીએફ સહિતની તમામ એજન્સીઓને એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે. ગુપ્તચર એજન્સીના રિપોર્ટમાં રામ જન્મભૂમિ મંદિર પર હુમલો કરવાની કાવતરું બહાર આવ્યું છે. આઈએસઆઈએ આ હુમલા માટે સંપૂર્ણ યોજના તૈયાર કરી છે.
અફઘાનિસ્તાનમાં થઇ ટ્રેનિંગ
એલર્ટ મુજબ આ આતંકીઓને જુદા જુદા જૂથોમાં ત્રણથી પાંચ આતંકવાદીઓના જૂથોમાં ભારત મોકલવામાં આવ્યા છે. યોજના અંતર્ગત લશ્કર અને જૈશ આતંકીઓને અફઘાનિસ્તાનમાં વિશેષ આતંકવાદી તાલીમ આપવામાં આવી છે. આઈએસઆઈનો હુકમ છે કે દરેક જૂથ અલગ-અલગ હુમલો કરે, જેથી તેને ભારતની આંતરિક બાબત તરીકે વર્ણવી શકાય.
ઓગસ્ટમાં ત્રણ મોટી ઇવેન્ટ
ઓગસ્ટ મહિનો ભારત માટે ખૂબ મહત્વનો છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ 15 ઓગસ્ટે આતંકવાદી ષડયંત્રની સંભાવના છે. જ્યારે, આ વર્ષે રામ મંદિરની સાથે સાથે કલમ 37૦ પણ લક્ષ્યાંકિત કરવામાં આવી છે. પીએમ મોદીએ 5 ઓગસ્ટે શિલાન્યાસ કરવાના છે. રિપોર્ટમાં વીઆઈપીને પણ નિશાન બનાવવામાં આવ્યા છે. અયોધ્યા, દિલ્હી અને જમ્મુ-કાશ્મીરમાં ગુપ્તચર અને સુરક્ષા એજન્સીઓની વિશેષ ટીમો તૈનાત કરવા સૂચના આપવામાં અવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.