અમદાવાદમાંથી નકલી નોટો છાપવાનું કૌભાંડ સામે આવ્યું છે અને ક્રાઈમ બ્રાન્ચે અધધધ કિંમતની નકલી નોટો ઝડપી છે. ઉલ્લેખનીય છે કે, સવારે જ જૂની નોટોનો કરોડો રુપીયાનો જથ્થો પોલીસે બંઘ મકાનમાં દરોડા પાડી ઝડપી પાડ્યો છે, ત્યારે આજે જ નકલી નોટોનું છાપખાનુ મળી આવતા ગુજરાતની ક્રાઇમ અને આવા કૌભાંડો મામલે સ્થિતિ વિકત હોય તેવુ પ્રતિત થઇ રહ્યું છે.
સામે આવતી વિગતો પ્રમાણે અમદાવાદનાં થલતેજમાંથી ક્રાઈમ બ્રાન્ચે નકલી નોટો સાથે બે શખ્સોને ઝડપ્યા છે. 500 રૂ.ની 436 નકલી નોટો આ શખ્સો પાસેથી મળી આવી હતી. કુલ 2.09 લાખની કિંમતની નકલી નોટો પોલીસ દ્વારા કબ્જે કરવામાં આવી છે.
અમદાવાદનાં થલતેજમાં આવેલ ચાર માળીયામાંથી પ્રિન્ટરમાં નકલી નોટો છાપવાનું કૌભાંડ આ શખ્સો ચલાવી રહ્યાનું ખુલવા પામ્યું છે. પોલીસે ઉદય પ્રજાપતિ અને મિત પ્રજાપતિ નામનાં શખ્સની ધરપકડ કરી આ મામલે સઘન તપાસનો ધમધમાટ શરુ કર્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….