કોરોના વાયરસ લોકડાઉનથી ઉદ્ભવેલા સંકટને પહોંચી વળવા કેન્દ્ર સરકારે પોતાના કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થા પર બ્રેક લગાવી દીધી છે. મોદી સરકારનાં આ નિર્ણય અંગે પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહે હવે પ્રતિક્રિયા આપી છે અને તેમણે આ અંગે પોતાની અસહમતિ વ્યક્ત કરી છે. તેમનું માનવું છે કે સરકારે આવા સમયે આ પગલું ભરવું ન જોઈએ.
જુલાઈ 2021 સુધીનાં કર્મચારીઓનાં મોંઘવારી ભથ્થાને રોકવાના સરકારનાં નિર્ણય અંગે પૂર્વ વડા પ્રધાન મનમોહનસિંહે કહ્યું કે, “હું પૂરી રીતે માનું છું કે આ સમયે સરકારી કર્મચારીઓ અને સશસ્ત્ર દળોનાં લોકો પર આ કઠોરતા લાદવાની જરૂર નથી.” આપને જણાવી દઇએ કે, કેન્દ્ર સરકારે તેના કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થાનાં વધારા પર પ્રતિબંધ મૂક્યો છે. સરકારનાં આ નિર્ણયની અસર 54 લાખ સરકારી કર્મચારીઓ અને 65 લાખ પેન્શનરો પર પડશે. સરકારનો આ નિર્ણય કોરોના વાયરસનાં રોગચાળાને કારણે લેવામાં આવ્યો છે, જેના કારણે સરકારની આવક પર ખરાબ અસર પડી છે.
I sincerely believe it is not necessary at this stage to impose hardships on government servants and also on the armed forces people: Former PM Dr Manmohan Singh on Centre freezing Dearness Allowance & Dearness Relief hike till July 2021 (Source – AICC) pic.twitter.com/JK2MmF5Nj4
— ANI (@ANI) April 25, 2020
નાણાં મંત્રાલયનાં ખર્ચ વિભાગ દ્વારા જારી કરાયેલા એક સત્તાવાર મેમોરેન્ડમમાં જણાવવામાં આવ્યું છે કે, “કોરોના વાયરસ રોગચાળાને કારણે ઉદભવતા સંકટને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારનાં કર્મચારીઓ અને પેન્શનરોને 1 જાન્યુઆરી, 2020 થી મોંઘવારી ભથ્થાનો હપ્તો રોકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સાથે, 1 જુલાઇ, 2020 અને 1 જાન્યુઆરી, 2021 થી આપવામાં આવતા મોંઘવારી ભથ્થાની આગામી હપ્તાની ચુકવણી રોકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.