Not Set/ #Coronavirus/ મહારાષ્ટ્રમાં પ્લાઝ્મા થેરાપીનું પ્રથમ ટ્રાયલ રહ્યું સફળ

કોરોના વાયરસથી બચવા સંભવતઃ તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. સમગ્ર દુનિયા તેની રસી બનાવવા માટે સંશોધન કરી રહી છે. પરંતુ અત્યારે કોઈ પણ દેશને કોરોના રસી બનાવવામાં સફળતા મળી નથી. જો કે, તેની સારવાર માટે પ્લાઝ્મા થેરાપીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જેમાં કોરોનાથી સંક્રમિત દર્દી જે ઠીક થઇ ચુક્યા છે, તેનું બ્લડ પ્લાઝ્મા […]

India
617d93390fbc93ddd2cef4db8380d8c2 #Coronavirus/ મહારાષ્ટ્રમાં પ્લાઝ્મા થેરાપીનું પ્રથમ ટ્રાયલ રહ્યું સફળ
617d93390fbc93ddd2cef4db8380d8c2 #Coronavirus/ મહારાષ્ટ્રમાં પ્લાઝ્મા થેરાપીનું પ્રથમ ટ્રાયલ રહ્યું સફળ

કોરોના વાયરસથી બચવા સંભવતઃ તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. સમગ્ર દુનિયા તેની રસી બનાવવા માટે સંશોધન કરી રહી છે. પરંતુ અત્યારે કોઈ પણ દેશને કોરોના રસી બનાવવામાં સફળતા મળી નથી. જો કે, તેની સારવાર માટે પ્લાઝ્મા થેરાપીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જેમાં કોરોનાથી સંક્રમિત દર્દી જે ઠીક થઇ ચુક્યા છે, તેનું બ્લડ પ્લાઝ્મા કોરોના પોઝિટિવ દર્દીમાં દાખલ કરવામાં આવે છે, જે તેની રોગપ્રતિકારક શક્તિ એટલે કે એન્ટીડોટ વધારે છે અને તેને કોરોના વાયરસ સામે લડવાની શક્તિ આપે છે. મહારાષ્ટ્રમાં પ્લાઝ્મા થેરાપીનું પ્રથમ ટ્રાયલ પણ સફળ રહ્યુ છે.

મહારાષ્ટ્રનાં આરોગ્ય પ્રધાન રાજેશ તોપે કહ્યું કે, કોવિડ-19 દર્દી પર પ્લાઝ્મા ઉપચારનું પહેલું ટ્રાયલ સફળ રહ્યુ છે. મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દી પર ટેસ્ટિંગ કરાયું હતું. હવે અમે મુંબઈની બીવાઈએલ નાયર હોસ્પિટલમાં બીજુ ટેસ્ટિંગ કરાવી રહ્યા છીએ. અમને આશા છે કે આ પણ સફળ થશે. જણાવી દઇએ કે, દિલ્હીમાં અગાઉ પણ આ પ્લાઝ્મા થેરાપીનું દર્દીઓ પર ટેસ્ટિંગ કરવામાં આવતું હતું, જેમાંથી બે દર્દીઓને પણ તેનો લાભ મળ્યો હતો. પરંતુ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય વતી, પ્લાઝ્મા થેરાપીને લઇને કહેવામાં આવ્યું છે કે, આના દ્વારા કોરોનાની સારવાર થઈ શકે તેવા કોઈ પુરાવા નથી.

આરોગ્ય મંત્રાલયનાં સંયુક્ત સચિવ, લવ અગ્રવાલે કહ્યું છે કે, પ્લાઝ્મા થેરાપી પદ્ધતિ સંદર્ભે પ્રયોગો ચાલી રહ્યા છે, જોકે તેનો કોઈ પૂરાવો નથી કે તેનો ઉપયોગ સારવાર તરીકે થઈ શકે. આઇસીએમઆર તે કોરોના સામે કેટલું અસરકારક રહેશે તે માટે વિસ્તૃત અભ્યાસ કરી રહ્યું છે. તેમ છતાં તેઓએ સ્પષ્ટ કર્યું છે કે પ્લાઝ્મા થેરાપીનો ઉપયોગ કોરોનાની સારવાર તરીકે થઈ શકે છે, હાલમાં આવા કોઈ પુરાવા નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.