દેશમાં કોરોના વાયરસનાં ફેલાવવાને રોકવા માટે લોકડાઉનને એકવાર ફરી આગળ વધારવામાં આવ્યું છે. હવે આ રોગચાળાને ફેલાતા રોકવા માટે સરકારે લોકડાઉનને 3 મે થી વધારીને 17 મે સુધી વધારી દીધુ છે. પરંતુ કોરોનાની ગતિ પર બ્રેક લાગતી હોય તેવુ દેખાઇ રહ્યુ નથી. હવે આ જીવલેણ વાયરસ કોરોના કમાન્ડોને પણ પોતાની ઝપટમાં લેવાનું શરૂ કરી દીધું છે.
પોલીસ બાદ સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ) નાં ઘણા સૈનિકો કોરોનાથી ચેપગ્રસ્ત છે. શુક્રવારે, સીઆરપીએફનાં 12 જવાનોમાં કોરોના વાયરસનાં ચેપની પુષ્ટિ થઈ હતી. આ સાથે, કોરોના વાયરસથી સંક્રમિત સીઆરપીએફ જવાનોની સંખ્યા 122 પર પહોંચી ગઈ છે. જ્યારે 150 સૈનિકોની તપાસનો રિપોર્ટ આવવાનો બાકી છે.
તમામ સીઆરપીએફની એક જ બટાલિયન, 31 બટાલિયનની છે. આ બટાલિયન રાષ્ટ્રીય રાજધાની દિલ્હીનાં મયૂર વિહાર ફેઝ 3 માં પોસ્ટ થયેલ છે. નોંધપાત્ર વાત એ છે કે સીઆરપીએફની 31 બટાલિયનનાં સહાયક સબ ઇન્સ્પેક્ટર મોહમ્મદ ઇકરામ હુસૈનનું 28 એપ્રિલનાં રોજ કોરોનાને કારણે અવસાન થયું હતું. ઇકરામની સારવાર દરમિયાન સફદરજંગ હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું. કોરોના અર્ધ લશ્કરી દળ સુધી પહોંચી જતા હંગામો મચી ગયો છે. ગૃહ પ્રધાન અમિત શાહે પણ 55 વર્ષીય હુસૈનનાં મોત પર દુ:ખ વ્યક્ત કર્યું હતું. આપને જણાવી દઇએ કે દેશમાં કોરોના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. જે હવે સરકાર માટે સૌથી મોટો ચિંતાનો વિષય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.