પંજાબનાં એક પોલીસ કર્મચારીને લોકડાઉનનું પાલન કરાવવું ભારે પડ્યુ હતુ. જ્યારે પોલીસે કાર ચાલકને રોકવા કહ્યુ ત્યારે તે કાર ચાલકે કાર રોકવાની જગ્યાએ ચલાવી દીધી હતી, દરમિયાન પોલીસકર્મીને તે કારનાં બોનટ પર ઘણી આગળ સુધી ખેંચવામાં આવ્યો હતો. જે બાદ કાર ચાલકે ડરી ગયો અને તેણે કારને રોકી દીધી હતી. મળી રહેલી માહિતી અનુસાર કાર ચાલકની ઉંમર 20 વર્ષની છે. રાજ્ય પોલીસે કાર (આર્ટિંગા)નાં માલિક અને તેના પિતા પરમિંદર કુમાર સામે હત્યાનાં પ્રયાસનો કેસ નોંધી દીધો છે.
આ ઘટનાની 90 સેકન્ડની ચોંકાવનારી ક્લિપમાં પોલીસ કર્મચારી જોવા મળે છે. આ વીડિયોમાં સહાયક સબ-ઇન્સ્પેક્ટર મુલખ રાજ ચાલતી કારનાં બોનેટ ને પકડી બુમો પાડતા જોવા મળી રહ્યા છે. આરોપી જાણે છે કે પોલીસ કર્મી તેની કારની બોનટ પર છે, તેમ છતા તે કાર ચલાવવાનું ચાલુ રાખે છે અને થોડી આગળ જવા દઇને પછી તે કારને રોકે છે, જે બાદ અન્ય પોલીસ કર્મીઓ તે કારનો પીછો કરતા પહોંચે છે અને તે કાર ડ્રાઇવરને કારમાંથી બહાર કાઠી કાયદાનો પાઠ ભણાવે છે.
Jalandhar based Anmol Mehmi, driver of Ertiga vehicle,which almost ran over ASI Mulkh Raj & his father Parminder Kumar (car owner) have been arrested and booked for attempt to murder and under other charges: Dinkar Gupta, DGP Punjab Police https://t.co/TcJP9jm1FW
— ANI (@ANI) May 2, 2020
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.