ભારતીય જનતા પાર્ટીનાં રાષ્ટ્રીય મહાસચિવ કૈલાસ વિજયવર્ગીયએ પશ્ચિમ બંગાળમાં લોકડાઉનનું પાલન ન કરવા બદલ મમતા બેનર્જી સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે લોકડાઉન ઉલ્લંઘનનો એક વીડિયો જાહેર કરતાં કહ્યું છે કે પશ્ચિમ બંગાળમાં કોવિડ-19 એક મજાક માનવામાં આવી રહ્યો છે. વિજયવર્ગીયએ પશ્ચિમ બંગાળ પોલીસની ભૂમિકા પર પણ સવાલ ઉઠાવ્યા છે.
ભાજપનાં પશ્ચિમ બંગાળનાં પ્રભારી અને રાષ્ટ્રીય મહાસચિવ કૈલાસ વિજયવર્ગીયએ રવિવારે ટ્વીટ કર્યું હતું કે, “પશ્ચિમ બંગાળમાં કોવિડ-19 ને મઝાક માનવામાં આવી રહ્યો છે. ટિકિયાપારામાં પોલીસ રેડ ઝોનમાં શું કરી રહી છે તે ભયજનક છે. જો પોલીસ સંવેદનશીલ વિસ્તારોમાં લોકડાઉનનો દાવો કરી રહી છે, તો તે સમજી શકાય કે વાસ્તવિકતા શું છે! લાગે છે કે મમતા સરકારે પોતાની જવાબદારી સમજી નથી.”
કૈલાસ વિજયવર્ગીયએ સેનાનાં જહાજોને હોસ્પિટલની ઉપર ફ્લાઈ પોસ્ટની અનુમતિ ન આપવા પર નિશાનો સાધ્યો છે. તેમણે અન્ય એક ટ્વિટમાં કહ્યું, “સેનાનાં જહાજોની પશ્ચિમ બંગાળ સરકારની બેલિયાઘાટ આઈડી હોસ્પિટલ પર ફ્લાઈ પોસ્ટની યોજના હતી. પરંતુ, મમતા બેનર્જીએ પણ તેને મંજૂરી આપી ન હતો. મંજૂરી ન મળતા ચિતરંજન રાષ્ટ્રીય કેન્સર સંસ્થામાં ફ્લાઇટ પોસ્ટ થયું, જે માટે રાજ્ય સરકારની મંજૂરીની કોઇ જરૂર નહોતી.”
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.