મંગળવારે, સરકારે કોરોના વાયરસનાં કારણે લાગુ થયેલા લોકડાઉનનાં કારણે JEE (Main) અને NEET ની પરીક્ષાઓ અંગે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી. JEE ની પરીક્ષા 18 જુલાઇથી 23 જુલાઇની વચ્ચે લેવામાં આવશે. NEET પરીક્ષા 26 જુલાઇએ લેવામાં આવશે. કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ પ્રધાન રમેશ પોખરીયાલે નિશંક વેબિનારમાં આ માહિતી આપી.
મંગળવારે એચઆરડી મંત્રી રમેશ પોખરીયલ નિશંકે બંને પરીક્ષાની તારીખોની ઘોષણા કરી હતી. તેમણે માહિતી આપી હતી કે, JEE મેઇન પરીક્ષા 19 જુલાઈથી 23 જુલાઇ દરમિયાન લેવામાં આવશે. NEET પરીક્ષા 26 જુલાઇએ લેવામાં આવશે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી (એનટીએ) એ કોરોના વાયરસને કારણે એપ્રિલમાં યોજાનારી JEE ની મુખ્ય પરીક્ષા અને પાછળથી NEET ની પરીક્ષા પણ મુલતવી રાખી હતી.
IIT-JEE (MAIN) परीक्षा 18, 20, 21, 22, और 23 जुलाई को आयोजित की जाएगी। अगस्त में आयोजित होने वाली IIT-JEE एडवांस परीक्षा की तिथि बाद में घोषित की जाएगी। NEET परीक्षा 26 जुलाई को होगी: केंद्रीय मानव संसाधन मंत्री रमेश पोखरियाल pic.twitter.com/hDFStfi4IX
— ANI_HindiNews (@AHindinews) May 5, 2020