2020 લોકો માટે મુસિબતોનો પહાડ લઇને આવ્યું હોય તેવુ લાગી રહ્યુ છે. કારણ કે જીવલેણ કોરોના વાયરસને કારણે અડધાથી વધુ વસ્તી ઘરોમાં કેદ છે. લાખો લોકોએ જીવ ગુમાવ્યો છે. આ સિવાય એપ્રિલનાં અંતમાં દેશમાં હિન્દી સિનેમાનાં બે દિગ્ગજ કલાકારો ઇરફાન ખાન અને ઋષિ કપૂરે પોતાના જીવ ગુમાવ્યો છે. હવે ગુરુવારે આંધ્રપ્રદેશનાં વિશાખાપટ્ટનમમાં એલજી પોલિમર પ્લાન્ટમાંથી કેમિકલ ગેસ લીકેજ થતાં ઓછામાં ઓછા નવ લોકોનાં મોત નીપજ્યાં છે. જ્યારે સેંકડો હોસ્પિટલમાં દાખલ છે. આ દ્રશ્યથી લોકો ઘણા ડરી ગયા છે. ટ્વિટર પર #VizagGasLeak ટ્રેન્ડ થઈ રહ્યું છે. લોકો 2020 ને અત્યાર સુધીનું સૌથી ખરાબ વર્ષ કહે છે અને તેને જલ્દી જ નિકળી જવાની પ્રર્થના કરી રહ્યા છે.
આપને જણાવી દઇએ કે, આંધ્રપ્રદેશનાં વિશાખાપટ્ટનમમાં એક મલ્ટિનેશનલ કંપનીનાં કેમિકલ પ્લાન્ટમાં ઝેરી ગેસ લીક થવાને કારણે 9 લોકોનાં મોત થયા હોવાનુ સામે આવી રહ્યુ છે. સમાચાર એજન્સી દ્વારા આ માહિતી આપવામાં આવી છે. આ ઝેરી ગેસનાં સંપર્કમા આવતા દરેક વ્યક્તિ પર તેની અસર થઇ રહી છે. કંપનીની આશપાસનાં ગામોનાં લોકો આ ઝેરી ગેસનાં લીક થવાના કારણે ડરી ગયા છે. સુત્રોનાં જણાવ્યા અનુસાર, આ ગેસનાં સંપર્કમાં આવવાથી વ્યક્તિનું મુખ્ય ચેતાતંત્ર ખરાબ થઈ શકે છે. શ્રવણશક્તિ પ્રભાવિત થઈ શકે છે અને વ્યક્તિ માનસિક સંતુલન પણ ગુમાવી શકે છે. બહારનાં વાતાવરણમાં ફેલાયા બાદ સ્ટીરિન ગેસ ઓક્સિજન સાથે સરળતાથી મિક્સ થઈ જાય છે. જેને પગલે હવામાં કાર્બન મોનોક્સાઈડનું પ્રમાણ વધવા લાગે છે. લોકો આ ગેસનાં સંપર્કમાં આવે છે ત્યારબાદ તેમના ફેંફસા પર પ્રતિકૂળ અસર પડે છે અને તેમને શ્વાસ લેવામાં મુંજવણ થઈ શકે છે. આ ગેસ મગજ અને કરોડરજ્જૂ પર હાવી થઈ જાય છે. વિશાખાપટ્ટનમમાં આ ગેસનાં સંપર્કમાં આવેલા લોકો એટલા માટે જ આમતેમ રસ્તા પર પડ્યા હતા. કેટલાક ડૉક્ટર્સનાં મતે સ્ટીરિન ન્યૂરો ટોક્સિન ગેસ છે જેના સંપર્કમાં આવ્યા બાદ શ્વાસ લેવામાં મુશ્કેલી થાય છે. આ ગેસનાં સંક્રમણમાં આવેલી વ્યક્તિ 10 મિનિટમાં મોતને ભેટી શકે છે.
ઉલ્લેખનીય છે કે, હિન્દુસ્તાન પોલિમર તરીકે 1961 માં સ્થપાયેલી, આ કંપની દક્ષિણ કોરિયાનાં એલજી કેમ દ્વારા લેવામાં આવી હતી અને 1997 માં તેનું નામ એલજી પોલિમર ઇન્ડિયા રાખવામાં આવ્યું હતું. આ પ્લાન્ટ પોલિસ્ટાઇનિન અને વિસ્તૃત પોલિસ્ટાયર્ન બનાવે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.