નાણાં મંત્રી નિર્મલા સીતારમણ 20 લાખ કરોડના રાહત પેકેજના બીજા તબક્કાની માહિતી આપી હતી. નાણાં મંત્રીએ આજે કહ્યું કે આજે પરપ્રાંતીય મજૂરો, સ્ટ્રીટ વેન્ડર, નાના વેપારીઓ અને ખેડૂતો માટે 9 મહત્વની જાહેરાતો કરવામાં આવશે. પ્રથમ તબક્કામાં નાના વ્યવસાયો, રિયલ એસ્ટેટ, સંગઠિત ક્ષેત્રના વર્કર અને અન્ય લોકો માટે ઘણી જાહેરાતો કરવામાં આવી હતી. તેમણે કહ્યું હતું કે, ખેડૂતોને 4 લાખ કરોડની લોનની મદદ મળશે. ઇન્ટરેસ્ટ સબવેશન સ્કીમનો સમયગાળો વધારીનો 31 મે સુધીનો કરવામાં આવ્યો છે. આ સાથે જ 25 લાખ ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ય આપવામાં આવશે. ખેડૂતોએ સહકારી કે રાષ્ટ્રીયકૃત બેંકો પાસેથી લીધેલું ધિરાણ 31 મે 2020 સુધીમાં ચુકવવું પડશે.
નાણાં મંત્રીએ કહ્યું– અમે પરપ્રાંતીય મજૂરો, ગરીબો અને જરૂરિયાતમંદોને ધ્યાનમાં રાખીશું. લોકડાઉનની જાહેરાત બાદ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાની જાહેરાત કરી હતી. અમે સતત જાહેરાતો કરી રહ્યાં છે. 3 કરોડ ખેડૂતોએ રાહતદરે લોન લીધી. તેમણે 4 લાખ કરોડ રૂપિયાની કૃષિ લોન લીધી.
પાકની ખરીદી માટે રાજ્યોને અપાતી નાણાંકીય મદદ 6700 કરોડ રૂપિયા કેન્દ્ર સરકારે વધારી. ગ્રામીણ વિસ્તારમાં ઈન્ફ્રાસ્ટ્રકચરના વિકાસ માટે 4200 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. રોજમદાર વેતન વધારીને 202 રૂપિયા કરવામાં આવ્યું. પ્રવાસી શ્રમિકોનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. પ્રવાસી મજૂરોને મનરેગામાં કામ આપવામાં આવી રહ્યું છે. 2.33 કરોડ પ્રવાસી મજૂરોને પંચાયતમાં કામ મળશે. મનરેગામાં 50 ટકા સુધી અરજીઓ વધી છે જેમાં રોજના વેતનમાં વધારો કરીને 202 રૂપિયા કરવામાં આવ્યું છે. લઘુતમ વેતનના નિયમો દેશભરમાં એક સરખા લાગુ પડશે.
* ખેડૂતો પાસેથી પાક ખરીદવા 6700 કરોડની જોગવાઈ
* 10થી વધારે લોકો કામ કરે ત્યાં ECIS લાગુ પડશે.
* શ્રમ રોજગારના કાયદામાં સુધારો કરવાની કામગીરી ચાલી રહી છે.
* આખા દેશમાં કામ કરનારા શ્રમિકો માટે એક સમાન વેતન આપવા પર વિચારણા.
* NFSA હેઠળ જે નથી આવતા તેમ જ કોઈ પણ જાતનું રાજ્યનું રેશન કાર્ડ નથી તેવા 8 કરોડ પ્રવાસી શ્રમિકોને પ્રતિ પરિવાર 5 કિલો ઘઉં અથવા ચોખા અને 1 કિલો ચણા મળશે, આ માટે 3500 કરોડ ફાળવાયા
* કોરોના મહામારી સમયમાં 63 લાખ લોન કૃષિ ક્ષેત્ર માટે મંજુર કરવામાં આવી, જે 86,600 કરોડ રૂપિયા છે.
* પરપ્રાંતિય શ્રમિકો માટે PM આવાસ યોજના લાવવામાં આવશે.
* દેશમાં રહેલા 50 લાખ ફેરિયાઓ માટે 5000 કરોડની સ્પેશ્યલ ક્રેડિટ ફેસિલિટી આપવામાં આવશે. ફરીથી ધંધો શરુ કરવા માટે 10000 સુધીની રકમ આપવામાં આવશે તેવી જાહેરાત નાણામંત્રીએ કરી હતી.
* 29000 કરૉડથી વધારે રકમ નાબાર્ડ દ્વારા આપવામાં આવી.
* શ્રમિકો, લારી–ગલ્લાવાળાઓ, પરપ્રાંતિઓ પર વધારે ફોકસ.
* ખેડૂતોને 4 લાખ કરોડની મદદ કરાઈ, 25 લાખ નવા કિસાન ક્રેડિટ કાર્ડ.
* શહેરી ગરીબ માટે 11000 કરોડ રૂપિયાની સહાયની જાહેરાત.
* છેલ્લા ત્રણ મહિનામાં 36,500 કરોડ રૂપિયાની ખેડૂતોને લોન આપવામાં આવી.
* 3 કરોડ ખેડૂતોને સસ્તા વ્યાજદરે આપવામાં આવશે લોન.
* શહેરી ગરીબો માટે શેલ્ટર હોમમાં દરરોજ 3 ટાઈમ મફત ભોજન.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.