કોરોના સંકટમાં પીએમ કેર્સ ફંડ અંગે કોંગ્રેસ દ્વારા કરેલા એક ટ્વીટથી પાર્ટીનાં કાર્યકારી પ્રમુખ સોનિયા ગાંધીની મુશ્કેલીમાં વધારો થયો છે. કોંગ્રેસ દ્વારા 11 મે નાં રોજ કરવામાં આવેલા આ ટ્વીટ અંગે કર્ણાટકનાં શિવમોગામાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, એફઆઈઆરમાં સોશિયલ મીડિયા એકાઉન્ટની સંચાલક સોનિયા ગાંધીને બતાવવામાં આવેલ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, સોનિયા ગાંધી વિરુદ્ધ કેસ કરનાર વ્યક્તિની ઓળખ કે.વી. પ્રવીણ કુમારનાં નામ તરીકે થઈ છે. પ્રવીણ ભારતીય જનતા પાર્ટીનો એક કાર્યકર છે અને વ્યવસાયે વકીલ છે. પીએમ કેર્સ ફંડ અંગે કોંગ્રેસ દ્વારા કરેલા ટ્વીટ બાદ પ્રવીણે સોનિયા ગાંધી વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. 11 મે, 2020 નાં રોજ કોંગ્રેસ તરફથી ઘણાં ટ્વિટ્સ આવ્યા હતા જેમાં પાર્ટીએ પીએમ કેર્સ ફંડની પારદર્શિતા અંગે પ્રશ્નો ઉભા કર્યા હતા.
They called PMCARES fund a fraud. They said on their twitter that it is not being used for public & that PM is going on foreign trips using this fund. These are rumours against govt in #COVID19 situation, so I filed a complaint (against Sonia Gandhi): KV Praveen Kumar, Advocate https://t.co/ZmmYpRsENI pic.twitter.com/bzo2WkvuYx
— ANI (@ANI) May 21, 2020
કોંગ્રેસે તેના એક ટ્વિટમાં લખ્યું છે કે, ‘શું પીએમ કેર્સ ફંડમાં ફાળો આપનારા દેશવાસીઓને અધિકાર નથી કે તેઓ એ જાણી કે ફંડનો પૈસો ક્યા અને કોના માટે ઉપયોગ કરવામા આવી રહ્યો છે, ભાજપની દરેક યોજનાની જેમ પીએમ કેર્સ ફંડમાં પણ ગુપ્તતા જાળવવામાં આવી રહી છે. કોંગ્રેસનાં કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધી વિરુદ્ધ કેસ દાખલ કરનાર પ્રવીણ કેવીએ કહ્યું કે, “સોનિયા ગાંધી કોરોના સંકટમાં સરકાર વિરુદ્ધ અફવાઓ ફેલાવી રહ્યા છે, તેમણે પીએમ કેર્સ ફંડને છેતરપિંડી ગણાવી છે.” તેમણે પોતાના ટ્વિટર પર કહ્યું કે, તેનો ઉપયોગ લોકો માટે થઈ રહ્યો નથી પરંતુ તેનો ઉપયોગ વિદેશી પ્રવાસો પર થઈ રહ્યો છે. આ બધું સરકારને બદનામ કરવાનું કાવતરું છે, તેથી મેં તેમની સામે ફરિયાદ નોંધાવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.