સુપ્રીમ કોર્ટે ભારતમાં અમેરિકન વીડિયો કોન્ફરન્સિંગ એપ્લિકેશન ‘ઝૂમ‘ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરતી અરજી પર કેન્દ્ર સરકારને નોટિસ પાઠવી છે. સુપ્રીમ કોર્ટે આ મુદ્દે કેન્દ્ર પાસેથી ચાર અઠવાડિયામાં જવાબ માંગ્યો છે. તેમજ સુપ્રીમ કોર્ટે ઝૂમ ને પણ કોર્ટને નોટિસ મોકલી છે.
બુધવારે દાખલ કરેલી પીઆઈએલમાં ઝૂમ એપ્લિકેશન પર પ્રતિબંધ મૂકવાની માંગ પાછળ ગોપનીયતાનાં અધિકારને ટાંકવામાં આવ્યો છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે શાસકીય અને વ્યક્તિગત સ્તરે ઝૂમનાં ઉપયોગ અંગે યોગ્ય કાયદો નિર્દેશિત કરવો જોઈએ અને જ્યાં સુધી વિગતવાર તપાસ ન થાય ત્યાં સુધી આ એપ્લિકેશનનો ઉપયોગ બંધ કરવો જોઇએ.
Supreme Court today sought response from the Centre on a PIL seeking ban on the usage of video conferencing application “Zoom” by the citizens of India until formulation of appropriate legislation, claiming the app breaches privacy. pic.twitter.com/ZiUHGRk5qK
— ANI (@ANI) May 22, 2020