છેલ્લા કેટલાક દિવસોથી મહારાષ્ટ્ર રાજકીય સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. દરરોજ રાજ્યમાં કોરોના વાયરસનાં ચેપમાં ઝડપથી વધારો થવાને કારણે ઉદ્ધવ ઠાકરે સરકાર નિશાના પર આવી ગઇ છે. આવી સ્થિતિમાં રાજ્યમાં રાજકીય હલચલ પણ તીવ્ર બની છે.
જે રીતે એનસીપી નેતાએ રાજ્યનાં રાજ્યપાલને મળી અને મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સાથે લગભગ દોઢ કલાક સુધી બેઠક યોજી હતી, તે પછી ઉદ્ધવ ઠાકરેએ તમામ સહયોગી દળોની બેઠક બોલાવી છે. મુખ્યમંત્રીએ તેમના વર્ષા બંગલા ખાતે તમામ સહયોગી પક્ષોની બેઠક બોલાવી છે. જણાવી દઇએ કે, કોરોના સંકટમાં સહયોગી પક્ષો સાથે વાતચીત કરી રહ્યા ન હોવાના આક્ષેપો બાદ ઉદ્ધવ ઠાકરે બેઠક બોલાવી રહ્યા છે.
Mumbai: Maharashtra CM and Shiv Sena Chief Uddhav Thackeray has called a meeting with alliance partners at Varsha bungalow today. (file pic) pic.twitter.com/1FUoQwPEF9
— ANI (@ANI) May 27, 2020
આપને જણાવી દઇએ કે, આ પહેલા સોમવારે એનસીપીનાં પ્રમુખ શરદ પવારે ઉદ્ધવ ઠાકરે સાથે મુલાકાત કરી હતી. આ બેઠક લગભગ દોઢ કલાક ચાલી હતી. જે બાદ મહારાષ્ટ્રમાં રાજકીય હંગામો શરૂ થયો હતો. જોકે, બેઠકમાં ઉપસ્થિત રહેલા શિવસેનાનાં વરિષ્ઠ નેતા સંજય રાઉતે કહ્યું કે, સરકાર પર કોઈ પણ પ્રકારનું સંકટ નથી અને આ સરકાર સંપૂર્ણ સ્થિર અને મજબૂત છે. બીજી તરફ કોંગ્રેસનાં નેતા સંજય નિરૂપમે ઉદ્ધવ ઠાકરે પર આરોપ લગાવ્યો કે તેઓ માત્ર મે-મે ની વાત કરે છે, તે સાથી પક્ષો સાથે વાત નથી કરતા. સરકારમાં સંવાદનો ઘણો અભાવ છે, તેથી કોંગ્રેસ પાર્ટીએ સરકારથી દૂર રહેવું જોઈએ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.