Not Set/ લો બોલો! ભાજપ સાંસદ ગૌતમ ગંભીરનાં પિતાની SUV કારની થઇ ચોરી

ભારતીય જનતા પાર્ટીનાં સાંસદ અને પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરનાં પિતાની SUV કારની ચોરી થઈ છે. ગુરુવારે બનેલી આ ઘટના બાદ રાજેન્દ્ર નગર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. આ મામલો ભાજપનાં સાંસદ સાથે સંબંધિત છે, તેથી જિલ્લા પોલીસે અનેક ટીમો બનાવી છે. બસપા સેન્ટ્રલનાં જણાવ્યા અનુસાર સીસીટીવીનાં જરૂરી સ્ત્રોતોની શોધ ચાલુ છે. પૂર્વ ભારતીય ક્રિકેટર […]

India
df1cf26f5313f7259f408c66de5cffd0 લો બોલો! ભાજપ સાંસદ ગૌતમ ગંભીરનાં પિતાની SUV કારની થઇ ચોરી
df1cf26f5313f7259f408c66de5cffd0 લો બોલો! ભાજપ સાંસદ ગૌતમ ગંભીરનાં પિતાની SUV કારની થઇ ચોરી

ભારતીય જનતા પાર્ટીનાં સાંસદ અને પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરનાં પિતાની SUV કારની ચોરી થઈ છે. ગુરુવારે બનેલી આ ઘટના બાદ રાજેન્દ્ર નગર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. આ મામલો ભાજપનાં સાંસદ સાથે સંબંધિત છે, તેથી જિલ્લા પોલીસે અનેક ટીમો બનાવી છે. બસપા સેન્ટ્રલનાં જણાવ્યા અનુસાર સીસીટીવીનાં જરૂરી સ્ત્રોતોની શોધ ચાલુ છે.

પૂર્વ ભારતીય ક્રિકેટર અને ભાજપનાં સાંસદ ગૌતમ ગંભીરનાં પિતાની એસયુવી કાર ચોરી થઈ ગઇ છે. ગુરુવારે વહેલી સવારમાં કારની ચોરી થઈ હતી. આ મામલે રાજેન્દ્ર નગર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. દિલ્હી પોલીસ તપાસમાં લાગી છે. ડીસીપી સેન્ટ્રલનાં જણાવ્યા અનુસાર સીસીટીવી દ્વારા ચોરની શોધખોળ ચાલુ છે. આપને જણાવી દઇએ કે, ગૌતમ ગંભીર તેના પિતા સાથે રહે છે.

આપને જણાવી દઇએ કે, ભાજપનાં સાંસદ ગૌતમ ગંભીર સામાન્ય રીતે આમ આદમી પાર્ટી (આપ) સરકાર પર નિશાનો સાંધવામાં ચુક ક્યારે નથી કરતા. તાજેતરમાં, આપ નાં ધારાસભ્ય રાઘવ ચડ્ડા અને ગૌતમ ગંભીર વચ્ચે ટ્વિટર યુદ્ધ થયું હતું. જેમાં રાઘવ ચડ્ડાએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર લખ્યું કે, ‘એમસીડી પર દિલ્હીમાં સ્વચ્છતાની જવાબદારી છે, પરંતુ દિલ્હી સરકારને પણ આ જવાબદારી ઉઠાવવી પડી હતી. કેટલાક “પાર્ટ ટાઇમ સાંસદો” ઘરે બેસીને કેજરીવાલ સરકાર પર ટ્વીટ કરીને લુડો રમીને રજાની મજા માણી રહ્યા છે. હું તેમને કહેવા માંગુ છું કે અમે તમારા ઘરની બહાર પણ સ્વચ્છતા કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.