જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષા દળોએ ઘૂસણખોરી રોકવા અને આતંકવાદીઓને ખતમ કરવા માટે મોટા પાયે અભિયાન શરૂ કર્યું છે. ભારતીય સેનાએ સોમવારે કહ્યું કે, જમ્મુનાં નૌશેરા સેક્ટરમાં ઘુસણખોરીનાં પ્રયાસને નિષ્ફળ બનાવતા સેનાએ ત્રણ ઘુસણખોરોને ઠાર કર્યા છે.
એલઓસી પર માર્યા ગયેલા ત્રણેય આતંકવાદીઓને પાકિસ્તાનમાં તાલીમ આપવામાં આવી હતી. આ આતંકીઓ પાસેથી મોટી માત્રામાં હથિયારો પણ મળી આવ્યા છે. એલઓસી પર ઘૂસણખોરી રોકવા માટે સેનાની કાર્યવાહી 28 મે થી ચાલી રહી છે. હાલમાં આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલુ છે.
છેલ્લા એક અઠવાડિયાથી ઘુસણખોરીનો પ્રયાસ કરનારા આ આતંકવાદીઓ પર સેના નજર રાખી રહી હતી. નૌશેરા ક્ષેત્રની બીજી બાજુ, પાક પોસ્ટની રહેણાંક વસ્તી છે. સૈન્યનાં જણાવ્યા મુજબ, તેઓ આ આતંકીઓને પહેલાથી જ મારી નાખ્યા હોત, પરંતુ ખતરો એ હતો કે પીઓકેમાં રહેવા આવતા સામાન્ય લોકો માર્યા જઇ શકતા હતા. તેથી જ્યારે આ આતંકીઓએ લોંચ પેડથી એલઓસી પાર કરવાનો પ્રયાસ કર્યો ત્યારે સેનાનાં જવાનોએ તેમની ઠાર કર્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.