Not Set/ સીનિયર ડૉક્ટરે તબલીગી જમાતને ગણાવ્યા આતંકવાદી, વિડીયો વાયરલ

દેશમાં જ્યા કોરોના વાયરસ સતત વધી રહ્યો છે. ત્યારે ડૉક્ટર અને ફ્રન્ટ લાઇન વર્કર્સ તેનો રોકવામાં પોતાની પૂરી મહેનત લગાવી રહ્યા છે. આ વચ્ચે એક સીનિયર ડૉક્ટરનો તબલીગી જમાત પર આપત્તિજનક શબ્દો કહેતો વિડીયો વાયરલ થઇ રહ્યો છે. કાનપુરની સૌથી મોટી સરકારી હોસ્પિટલોમાં એક પ્રિંસિપલ કેમેરા પર તબલીગી જમાતનાં સભ્યોને આતંકવાદી ગણાવ્યા છે. વરિષ્ઠ તબીબ […]

India
2cc96c2dc38cecd2ed68ccd0a1b2c163 સીનિયર ડૉક્ટરે તબલીગી જમાતને ગણાવ્યા આતંકવાદી, વિડીયો વાયરલ
2cc96c2dc38cecd2ed68ccd0a1b2c163 સીનિયર ડૉક્ટરે તબલીગી જમાતને ગણાવ્યા આતંકવાદી, વિડીયો વાયરલ

દેશમાં જ્યા કોરોના વાયરસ સતત વધી રહ્યો છે. ત્યારે ડૉક્ટર અને ફ્રન્ટ લાઇન વર્કર્સ તેનો રોકવામાં પોતાની પૂરી મહેનત લગાવી રહ્યા છે. આ વચ્ચે એક સીનિયર ડૉક્ટરનો તબલીગી જમાત પર આપત્તિજનક શબ્દો કહેતો વિડીયો વાયરલ થઇ રહ્યો છે.

કાનપુરની સૌથી મોટી સરકારી હોસ્પિટલોમાં એક પ્રિંસિપલ કેમેરા પર તબલીગી જમાતનાં સભ્યોને આતંકવાદી ગણાવ્યા છે. વરિષ્ઠ તબીબ કહી રહ્યા છે કે તેઓને હોસ્પિટલને બદલે જેલ અથવા જંગલમાં મોકલવા જોઈએ. આરતી લાલચંદાની કાનપુરની ગણેશ શંકર વિદ્યાર્થી મેડિકલ કોલેજની આચાર્ય છે. આ વર્ષે એપ્રિલમાં, તેમના હોસ્પિટલનાં વહીવટીતંત્રે તબલીગી જમાતનાં સભ્યો દ્વારા ગેરવર્તનની ફરિયાદ નોંધાવી હતી. તબલીગી જમાતનાં આ સભ્યો નિઝામુદ્દીન મરકઝમાં જોડાયા હતા અને બાદમાં તેમાંના ઘણાને કોરોના ચેપ લાગ્યો હતો. ત્યારબાદ તેઓ તેમના રાજ્ય પરત ફર્યા બાદ, દેશમાં કોરોના કેસોની સંખ્યામાં વધારો થયો હોવાનુ ચર્ચાઇ રહ્યુ છે. હોસ્પિટલે એવો પણ આરોપ લગાવ્યો હતો કે, ક્વોરેન્ટાઇન કરવામાં આવેલ જમાતનાં સભ્યો અહી જ્યા ત્યા થૂંકે છે અને સામાજિક અંતરનાં નિયમોનું પાલન નથી કરી રહ્યા.

પાંચ મિનિટનો વિડીયો કથિત રીતે શહેરનાં એક પત્રકાર દ્વારા તે સમયે શૂટ કરવામાં આવ્યો હતો, જેમાં ડૉ. લાલચંદાનીને જમાતનાં સભ્યો અને મુસ્લિમ સમુદાયનાં સભ્યો વિરુદ્ધ બોલતા સાંભળવામાં આવી શકાય છે. બે મહિના જુના આ વીડિયોમાં ડૉ. લાલચંદાનીને એમ કહેતા જોઇ શકાય છે કે, “અમે આતંકવાદીઓને વીઆઇપી સારવાર આપી રહ્યા છીએ, આને કારણે ઘણાં ડોકટરોને અલગ રાખવામાં આવ્યા છે. મુખ્યમંત્રી (યોગી આદિત્યનાથ) આ લોકોને હોસ્પિટલમાં દાખલ કરીને તુષ્ટિકરણની નીતિ પર ચાલી રહ્યા છે, આ લોકોને તો જેલમાં મુકવા જોઇએ. વિડીયોનાં એક તબક્કે તે એમ પણ કહે છે કે, “તેમને જંગલોમાં મોકલો, તેમને અંધારપટડીમાં ફેકી દો. આ 30 કરોડમાંથી 100 કરોડ પીડાય છે. તેમને કારણે નાણાકીય કટોકટીનાં સંજોગો છે.”

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.