કોરોના વાયરસના કારણે લાગુ કરાયેલા લોકડાઉનને કારણે દેશને મોટું આર્થિક નુકશાન થયું છે, ત્યારે સંકટમાંથી દેશને બચાવવા માટે કેન્દ્ર સરકારે તૈયારી હાથ ધરી છે. મોદી સરકારે પોતાના ખર્ચમાં કાપ મૂકવાના ઇરાદાથી સરકારે નિર્ણય કર્યો છે કે આ વર્ષે કોઈ પણ નવી યોજના માટે પૈસા ખર્ચ કરશે નહીં. નાણાં મંત્રાલયે જારી કરેલા હુકમ હેઠળ પૈસા ફક્ત કેટલીક યોજનાઓ માટે જ ઉપલબ્ધ થશે.
મીડિયા રિપોર્ટના અહેવાલો અનુસાર, નાણાં મંત્રાલયે તમામ મંત્રાલયોને આદેશ જારી કર્યો છે. આ અંતર્ગત આ વર્ષે કોઈ નવી યોજનાને મંજૂરી આપવામાં આવશે નહીં. કેન્દ્ર સરકારે કોઈ પણ યોજના માટે પૈસા ખર્ચ નહીં કરવાનો નિર્ણય લીધો છે. નાણાં મંત્રાલયે આગામી 9 મહિના સુધી અથવા માર્ચ 2021 સુધી વિવિધ મંત્રાલયો અને વિભાગો દ્વારા મંજૂર નવી યોજનાઓની રજૂઆત બંધ કરી દીધી છે.
માત્ર બે યોજનાઓ માટે પૈસા ઉપલબ્ધ થશે
લોકડાઉનને કારણે આર્થિક નુકસાનની સંભાવના પહેલાથી જ છે. આવી સ્થિતિમાં નાણાં મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે કેન્દ્ર સરકાર માત્ર ગરીબ કલ્યાણ પેકેજ અને આત્મનિર્ભર અભિયાન પેકેજ હેઠળ નાણાં આપશે. નાણાં મંત્રાલયે તમામ મંત્રાલયોને 2020-21 નાણાકીય વર્ષમાં કોઈ યોજના ન બનાવવા વિનંતી કરી છે, જેમાં નાણાં ખર્ચ થવાની સંભાવના છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.