
ભારત અને ચીનની વચ્ચે એક મહીનાથી લદ્દાખના વિસ્તારમાં તણાવભરી સ્થિતી બનેલી છે. આ મામલાને ઉકેલવા માટે બંને દેશો વચ્ચે વાતચીત ચાલી રહી છે. પણ ભારત કોઇ પણ રીતે ઢીલ છોડવા માંગતું નથી. અને એટલા માટે દરેક મોરચા માટે તૈયાર છે. આ દુવિધાની વચ્ચે ચર્ચા થઇ રહી છે ફીંગર-૪ અને ફીંગર-૮ની. આખરે શું છે આ ફિંગર્સ..? આવો જોઇએ ફીંગર્સની અસલી કહાની.
પાછલા કેટલાક વર્ષોથી ચીનની સૈન્ય પેંગોંગ સરોવરના કિનારે રસ્તો બનાવી રહયુ છે. ૧૯૯૯માં જયારે કારગીલ યુદ્ધ ચાલુ હતું, ત્યારે ચીને ફાયદો ઉઠાવીને ભારતની સીમામાં સરોવરના કિનારે પાંચ કિલોમીટર લાંબો રસ્તો બનાવ્યો હતો. આ સરોવરના ઉત્તર કિનારે વેરાન પહોડો છે. તેને સ્થાનિય ભાષામાં છાંગ છેનમો કહેવામાં આવે છે. આ પહાડોના ઉપસેલા ભાગને જ સેના ફીંગર્સ તરીકે બોલાવે છે.
ભારતનો દાવો છે કે, એલએસીની સમા ફીંગર-૮ સુધી છે, પણ અત્યાર સુધી તે ફીંગર-૪ સુધી સિમીત છે. ફિંગર-૮ પર ચીનની ચેકપોસ્ટ છે. તો ચીનની સેના કહે છે કે, ફીંગર-૨ સુધી એલએસી છે. છ વર્ષ પહેલાં ચીનની સેનાએ ફીંગ-૪ પર સ્થાઇ નિર્માણની કોશિષ કરી હતી. પણ ભારતે વિરોધ કરતાં તેને તોડી પાડવામાં આવી. ફિંગર-૨ પર પેટ્રોલીંગ માટે ચીનની સેના હળવા વાહનોનો ઉપયોગ કરે છે.
દરમિયાન જો ભારતની પેટ્રોલીંગ ટીમનો આમનો સામનો થઇ જાય તો, તેમને પાછા વળવાનું કહી દેવામાં આવે છે. કારણ કે, બંને દેશોની પેટ્રોલીંગ ગાડીઓ તે સ્થળ પર ફેરવી શકાય નહી. અને એટલા માટે જ તેણે પરત ફરવું પડે છે. ભારતીય સેનાના જવાન પગપાળા પણ પેટ્રોલીંગ કરે છે. હાલના તણાવને જોતાં આ પેટ્રોલીંગ અત્યારે ફીંગર-૮ સુધી કરી દેવામાં આવ્યુ છે.
મે મહીનામાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે ફિંગર-પમાં ઝઘડો થયો છે. અને તેને લીધે બંને પક્ષોમાં અસહમતિ વધી છે. ચીની સેનાએ ભારતીય સૈનિકોને ફીંગર-૨થી આગળ વધતાં રોકી દીધા હતા. કહેવામાં આવે છે કે, ચીને પાંચ હજાર સૈનિકોને ગલબાન ઘામાં ઉતારી દીધા હતા. સૌથી વધારે મુસીબત પૈંગોંગ સરોવરની આસપાસ થાય છે. અને ત્યાંજ બંને દેશોના જવાનો વચ્ચે કેટલીય વાર અથડામણ થઇ ચુકી છે.
આપને જણાવી દઇએ કે, એલએસી ત્રણ સેકટરમાં વહેચાયેલી છે.
- પહેલું અરૂણાચલ પ્રદેશથી લઇને સિક્કિમ સુધી..
- બીજું હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ..
- ત્રીજું લદ્દાખ..
ભારત ચીન સાથે જોડાયેલી એલએસી લગભગ ૩૪૮૮ કિલોમીટર પર હક જમાવે છે. પણ ચીનનું કહેવુ છે કે, તે માત્ર ૨૦૦૦ કિલોમીટર સુધી જ છે. એલએસી બંને દેશો વચ્ચેની એ રેખા છે જે બંને દેશોને અલગ અલગ કરે છે. બંને દેશોની સેનાઓ એલએસી પર પોતપોતાના વિસ્તારમાં પેટ્રોલીંગ કરે છે. પૈંગોંગ સરોવર પર વારંવાર અથડામણ થાય છે, ૬ મે પહેલા પણ, ભારત અને ચીનના સૈનિકો આ સ્થળ પર અથડાયા હતા. આ સરોવરનો ૪૫ કિલોમીટરનો ભાગ ભારતના નિયંત્રણમાં આવે છે. અને બાકીનો ભાગ ચીનમાં.
પુર્વ લદ્દાખમાં એલએસીના પશ્ચિમી સેકટરનું નિર્માણ કરે છે. જે કારાકોરમ પાસથી લઇને લદ્દાખ સુધી જાય છે. ઉત્તરમાં કારાકોરમ પાસ જે ૧૮ કિલોમીટર લાંબો છે. અને તેના પર જ ભારતનું સૌથી ઉંચુ એરફિલ્ડ દૌલત બેગ ઓલ્ડી છે. હવે કારાકરોમ રસ્તાના માધ્યમથી દૌલત બેંગ ઓલ્ડી સાથે જોડાઇ ચુકયુ છે.
દક્ષિણમાં ચુમાર છે જે સંપુર્ણ રીતે હિમાચલ પ્રદેશ સાથે જોડાયેલું છે. પૈંગોંગ સરોવર, પુર્વ લદ્દામાં ૮૨૬ કિલોમીટરના બોર્ડરના કેન્દ્રની એકદમ નજીક છે. ૧૯ ઓગસ્ટ ૨૦૧૭માં પણ પૈંગોંગ સરોવર પર બંને દેશોની સેના વચ્ચે અથડામણ થઇ હતી. પૈંગોગ સરોવર હિમાલયમાં ૧૪ હજાર ફૂટથી વધોર ઉંચાઇ પર આવેલું છે. આ સરોવર લેહથી લગભગ પ૪ કિલોમીટર દુર છે. ૧૩પ કિલોમીટર લાંબુ સરોવરલગભગ ૬૦૪ સ્કેવર કિલોમીટરથી વધારે વિસ્તારમાં ફેલાયેલું છે.
આ સરોવરનું વધારે રણનૈતિક મહત્વ નથી. પણ તે ચુશૂલના રસ્તામાં આવે છે. અને આ રસ્તો ચીન તરફ જાય છે. કોઇ પણ આક્રમણ સમયે ચીન એ જ રસ્તાની મદદથી ભારતીય સીમામાં દાખલ થાય છે. ૧૯૬૨ના યુદ્ધમાં ચીને આ જ રસ્તાનો ઉપયોગ કરીને હુમલો શરૂ કર્યો હતો. ચુશૂલમાં તે વખતે ૧૩ કુમાયું બટાલીયન તૈનાત હતી. અને તેની આગેવાની મેજર શૈતાનસિંહ કરી રહયા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….