દિલ્હી સરકારે મોટો નિર્ણય લીધો છે. હવે દિલ્હીમાં દિલ્હી સરકાર અને પ્રાઇવેટ હોસ્પિટલમાં માત્ર દિલ્હીના રહેવાસીઓની સારવાર થશે. જ્યારે દિલ્હીમાં સ્થિત કેન્દ્ર સરકારની હોસ્પિટલમાં તમામની સારવાર થશે. કોરોનાના વધતા જતા કેસને ધ્યાનમાં રાખીને દિલ્હી કેબિનેટે આ નિર્ણય લીધો છે.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રવિવારે તેની જાહેરાત કરી હતી. મુખ્યમંત્રીએ કહ્યું કે જૂનના અંત સુધીમાં કોરોનાના 15 હજાર દર્દીઓ માટે બેડની જરૂર પડશે. નિષ્ણાત સમિતિના અહેવાલના આધારે સરકારે નિર્ણય કર્યો છે કે માત્ર દિલ્હીના લોકોની સારવાર દિલ્હી સરકારી હોસ્પિટલોમાં કરવામાં આવશે.
આની સાથે દિલ્હીની બહારના તમામ લોકો માટે બોર્ડર ખોલવામાં આવશે. મુખ્યમંત્રીએ એમ પણ કહ્યું હતું કે આવતીકાલથી દિલ્હીમાં રેસ્ટોરન્ટ્સ, મોલ અને ધાર્મિક સ્થળો ખોલવામાં આવશે, પરંતુ દરેકને સામાજિક અંતરનું પાલન કરવું ફરજિયાત છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.