Not Set/ બિહાર/ અમે પરપ્રાંતિય મજૂરોની કરી મદદ, વિપક્ષે કર્યુ માત્ર રાજકારણ : અમિત શાહ

ભારતીય જનતા પાર્ટીનાં વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે બિહારમાં વર્ચુઅલ રેલી જનસંવાદ રેલીને સંબોધન કર્યું હતું. આ સમયગાળા દરમિયાન રવિશંકર પ્રસાદ, નિત્યાનંદ રાય, રાજીવ પ્રતાપ રૂડી, શાહનવાઝ હુસેન સહિત પક્ષનાં વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતા. આ રેલીને સંબોધન કરતાં અમિત શાહે કહ્યું હતું કે, જ્યારે પણ ભારતનાં લોકશાહી મૂલ્યો સાથે કોઈ રમત […]

India
cc143ae90c22aee654aea3451cfb23b5 બિહાર/ અમે પરપ્રાંતિય મજૂરોની કરી મદદ, વિપક્ષે કર્યુ માત્ર રાજકારણ : અમિત શાહ
cc143ae90c22aee654aea3451cfb23b5 બિહાર/ અમે પરપ્રાંતિય મજૂરોની કરી મદદ, વિપક્ષે કર્યુ માત્ર રાજકારણ : અમિત શાહ

ભારતીય જનતા પાર્ટીનાં વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે બિહારમાં વર્ચુઅલ રેલી જનસંવાદ રેલીને સંબોધન કર્યું હતું. આ સમયગાળા દરમિયાન રવિશંકર પ્રસાદ, નિત્યાનંદ રાય, રાજીવ પ્રતાપ રૂડી, શાહનવાઝ હુસેન સહિત પક્ષનાં વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતા. આ રેલીને સંબોધન કરતાં અમિત શાહે કહ્યું હતું કે, જ્યારે પણ ભારતનાં લોકશાહી મૂલ્યો સાથે કોઈ રમત થઇ ત્યારે બિહારથી તેની સામે બ્યુગલ વગાડવામાં આવતું હતું.

દરમિયાન, કોંગ્રેસ પર નિશાન સાધતા તેમણે કહ્યું કે, જ્યારે ઈંદિરા ગાંધીએ દેશમાં કટોકટી લાદીને લોકશાહીનું ગળું દબાવવાનો પ્રયત્ન કર્યો ત્યારે જેપીનાં આંદોલને તેની સામે લડત આપી. લાલ બહાદુર શાહ પછી મેં એક પણ નેતા જોયો નથી, જેની અપીલ પર સમગ્ર દેશ એક સાથે આવ્યો હોય. જનતા કર્ફ્યુની અપીલ પર સમગ્ર રાષ્ટ્ર એકઠુ થઈ ગયું હતુ. આ પહેલી આવી આપદા છે, જેની સામે દેશની સરકાર સાથે 130 કરોડ લોકોએ પણ લડત આપી.

પરપ્રાંતિય મજૂરો અંગે શાહે કહ્યું કે, અમે બસો અને મજૂર ટ્રેનો ચલાવી, કોરોના શેલ્ટર હોમ્સ ચલાવ્યા, બિહાર સરકારે દર્દીઓ માટે એક હજાર રૂપિયાની રોકડ અને રાશનની સગવડ કરી. પરંતુ જો વિપક્ષે આમા પણ રાજકારણ કરવું હોય તો મારે પૂછવું છે કે તમે શું કર્યું? અમે સીધા જન ધન ખાતાઓમાં નાણાં પહોંચાડ્યા, બિહારનાં લોકોનાં જન ધન ખાતાઓમાં 3,545 કરોડ રૂપિયા જમા કરાવવામાં આવ્યા. બિહારનાં ચાર કરોડ લોકો સુધી 5,720 કરોડ રૂપિયા પહોંચાડવાનું કામ ભાજપ સરકારે કર્યું હતું. 80 કરોડ લોકોને રાશન આપવામાં આવ્યું છે. મોદી સરકારે એક દેશ, એક રાશનકાર્ડની યોજના લાવી જેથી દેશનાં જુદા જુદા ભાગોમાં કામ કરતા મજૂરોને મોંઘા અનાજ ખરીદવા ન પડે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.