મધ્ય પ્રદેશમાં કોંગ્રેસ અને ભાજપના રાજકીય યુદ્ધ વચ્ચે હવે સિંધિયાની તસ્વીર પણ ગાયબ થવાના સમાચાર સામે અવી રહ્યા છે. સિંધિયા પોતાના ગઢમાં ભાજપના પોસ્ટરથી ગાયબ જોવા મળી રહ્યા છે.
હકીકતમાં કેન્દ્રીય મંત્રી નરેન્દ્ર સિંહ તોમર અને સાંસદ વિવેક નારાયણ શેજવલકરના જન્મદિવસની ઉજવણી માટે પોસ્ટર લગાવવામાં આવ્યા છે. આ પોસ્ટરોમાં ભાજપના તમામ મોટા નેતાઓની તસ્વીર લગાવામાં અવી છે, પરંતુ આ પોસ્ટરોમાં જ્યોતિરાદિત્ય સિંધિયાનો ફોટો ગાયબ છે. આ પહેલીવાર નથી થયું. આ પહેલા સિંધિયાને ભાજપના અનેક પોસ્ટરોમાં સ્થાન મળ્યું નથી.
આપને જણાવી દઈએ કે મધ્ય પ્રદેશના કોરિડોરમાં ભાજપના હોર્ડિંગ્સ અને જાહેરાતો લગાવવામાં આવી રહી છે. જેમાં સિંધિયા સતત 3 દિવસ ગુમ છે. હવે આ પ્રશ્નો લોકોના મગજમાં આવી રહ્યા છે કે શું ભૂલ ફરીવાર કરવામાં આવી રહી છે કે ભાજપ નેતા સિંધિયાને અપનાવવા જ તૈયાર નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….