સુપ્રીમ કોર્ટે ગુરુવારે એક કેસની સુનાવણી કરતી વખતે અનામત અંગે મોટી ટિપ્પણી કરી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે અનામત એ મૂળભૂત અધિકાર નથી. તમિળનાડુમાં NEET પોસ્ટ ગ્રેજ્યુએશન આરક્ષણ માટે અરજી કરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું કે, આ કેસમાં કોનો મૂળભૂત અધિકાર છીનવાયો છે? તમારી અરજીઓથી એવું લાગે છે કે તમે ફક્ત તમિલનાડુના કેટલાક લોકોની સુખાકારી વિશે જ વાત કરી રહ્યા છો.
નોંધનીય છે કે, તમિલનાડુમાં ડીએમકે-સીપીઆઇ-એઆઈએડીએમકે સહિતના ઘણા પક્ષોએ NEET હેઠળ મેડિકલ કોલેજોની બેઠકો માટે તમિળનાડુમાં 50 ટકા ઓબીસી આરક્ષણ મામલે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં આ કેસની સુનાવણી થઈ હતી. ડીએમકે વતી કોર્ટમાં એવું કહેવામાં આવ્યું હતું કે અમે કોર્ટને વધુ અનામત ઉમેરવા માટે કહી રહ્યા નથી, પરંતુ ત્યાં જે છે તે અમલમાં મૂકવા માટે કહી રહ્યા છીએ.
આ કેસની સુનાવણી દરમિયાન કોર્ટ સમક્ષ અનેક દલીલો રખાઈ હતી પરંતુ કોર્ટે તે માની ન હતી. જસ્ટિસ રાવે કહ્યું કે અનામત એ મૂળભૂત અધિકાર નથી, તમે સુપ્રીમ કોર્ટમાંથી અરજી પાછી ખેંચી લો અને તેને હાઇકોર્ટમાં ફાઇલ કરો. આ પહેલા પણ સુપ્રીમ કોર્ટ દ્વારા અનામત અંગે આ પ્રકારની ટિપ્પણી કરવામાં આવી છે કે તે કોઈ પણ પ્રકારનો મૂળભૂત અધિકાર નથી
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….