પૂર્વી લદ્દાખ ક્ષેત્રમાં ચીની સૈનિકો સાથે લોહિયાળ સંઘર્ષમાં મોટી સંખ્યામાં ભારતીય જવાનો શહીદ થયા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે આ મુદ્દા પર ચર્ચા કરવા સર્વપક્ષીય બેઠક બોલાવી છે.
પીએમઓએ આની સત્તાવાર પુષ્ટિ કરી છે. નોંધપાત્ર વાત એ છે કે આ સંઘર્ષમાં 20 સૈનિકો શહીદ થયા પછી વિરોધી પક્ષો સરકારની વ્યૂહરચના પર સવાલ ઉભા કરી રહ્યા છે. જો કે, બધા પક્ષો સંયુક્ત રીતે ચીનનાં આ કૃત્યની નિંદા કરી રહ્યા છે. સવારે કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને વડા પ્રધાનને આ મુદ્દે પરિસ્થિતિ સ્પષ્ટ કરવા જણાવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, ચીન સાથે છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહેલા વિવાદ અંગે ભારત ચર્ચા કરી સમગ્ર મામલો થાળે પાડવાનો પ્રયત્ન કરી રહ્યુ હતુ, તેમ છતા ચીન દ્વારા સંયમ ન રાખી ભારતીય સૈનિકો સાથે અથડામણ કરી દર્શાવ્યુ છે કે ચીન પર ક્યારે પણ ભરોસો રાખી શકાય નહી. આજની વાસ્તવિકતાની છે કે દરેક ભારતવાસીઓ ચીનને સબક શીખવાડવાની વાત કરી રહ્યા છે પરંતુ આજે દુનિયાનાં મોટાભાગનાં દેશ કોરોનાનાં કારણે આર્થિક મંદીમાં આવી ગયા છે, જેમા આપણો ભારત દેશ પણ છે. આ દરમિયાન જો ભારત-ચીન યુદ્ધ થાય છે તો તે ભારત માટે એક મોટી આર્થિક મુસિબત પણ લાવી શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.