કોંગ્રેસ પાર્ટીમાં ફરીથી માંગ કરવામાં આવી છે કે, પાર્ટીની કમાન રાહુલ ગાંધીને સોંપવામાં આવે. રાજસ્થાનના મુખ્ય પ્રધાન અને વરિષ્ઠ નેતા અશોક ગેહલોતે આજે કોંગ્રેસ કાર્યકારી સમિતિની બેઠકમાં આ મુદ્દો આપ્યો હતો.
સૂત્રોના જણાવ્યા અનુસાર અશોક ગેહલોતની આ માંગ અંગે યુથ કોંગ્રેસ પ્રમુખ શ્રીનિવાસ બી.વી. એ પણ ટેકો આપ્યો છે. તેમણે કહ્યું કે કોંગ્રેસ પાર્ટીએ વર્ચુઅલ મીટિંગ બોલાવી જોઈએ અને રાહુલ ગાંધીને કોંગ્રેસનો અધ્યક્ષ બનાવવો જોઈએ. આપને જણાવી દઈએ કે રાહુલ ગાંધી 2017 માં કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ બન્યા હતા. લોકસભાની ચૂંટણીના પરિણામ બાદ તેમણે રાજીનામું આપ્યું હતું. તેમના રાજીનામા બાદ સોનિયા ગાંધી પાર્ટીના વચગાળાના પ્રમુખ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….