પશ્ચિમ બંગાળનાં તૃણમૂલ કોંગ્રેસનાં ધારાસભ્ય તમોનાશ ઘોષનું બુધવારે અવસાન થયું છે. તે મે મહિનાનાં અંતમાં કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું. તે 60 વર્ષનાં હતા. તેમની પાસે કોવિડ-19 ની સારવાર ચાલી રહી હતી.
બુધવારે હોસ્પિટલમાં તેમનું અવસાન થયું હતું. છેલ્લા 35 વર્ષથી તે પાર્ટીમાં હતા. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. મમતા બેનર્જીએ એક ટ્વિટમાં લખ્યું છે કે, ‘ખૂબ જ દુઃખની વાત છે કે, ફલ્ટાનાં ત્રણ વખત ધારાસભ્ય અને 1998 ની પાર્ટીનાં ટ્રેઝરી રહી ચુકેલા તમોનાશ ઘોષ હવે નથી રહ્યા. તે 35 વર્ષથી અમારી સાથે હતા. તેઓ પાર્ટી અને લોકો માટે સમર્પિત રહ્યા. તેમણે તેમના સામાજિક કાર્યોમાં ઘણું યોગદાન આપ્યું છે.
He has left a void that will be difficult to fill. On behalf of all of us, heartfelt condolences to his wife Jharna, his two daughters, friends and well wishers. (2/2)
— Mamata Banerjee (@MamataOfficial) June 24, 2020
બીજા ટ્વિટમાં મમતા બેનર્જીએ તેમના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને લખ્યું, ‘તેમના ગયા હોવાના કારણે એક ન ભરવાપાત્ર નુકસાન થયું છે. હુ બધા વતી, તેમની પત્ની ઝરના, તેમની બે પુત્રીઓ અને તેમના શુભેચ્છકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.