જમ્મુ-કાશ્મીરમાં સેના સતત આતંકવાદીઓ વિરુદ્ધ અભિયાન ચલાવી રહી છે. લગભગ દરરોજ સેના અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થાય છે અને છેલ્લા કેટલાક દિવસોમાં સેના દ્વારા ડઝનેક આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે. જમ્મુ કાશ્મીરનાં સોપોરનાં હર્દશિવ વિસ્તારમાં આજે સેના અને આતંકવાદીઓ વચ્ચે આજે ફરી એકવાર એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. જોકે આ વિસ્તારમાં કેટલા આતંકીઓ છુપાયેલા છે તે હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ સેનાએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે.
આ પહેલા મંગળવારે પુલવામાનાં બાંદજૂ વિસ્તારમાં સેના અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. જમ્મુ-કાશ્મીર પોલીસે કહ્યું કે, આ કામગીરીમાં સેના અને પોલીસ કર્મચારી શામેલ છે. સુરક્ષા જવાનો દ્વારા એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓને ઠાર કરી દેવામાં આવ્યા હતા. આતંકવાદીઓ પાસેથી સેનાએ 2 એકે-47s મળી આવી છે. વળી આ એન્કાઉન્ટર દરમિયાન, એક જવાન ઘાયલ થયો હતો, જેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં અંતે તેણે અંતિમ શ્વાસ લીધો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.