સીબીએસઇ અને આઈસીએસસી દ્વારા લેવામાં આવેલી ધોરણ 10 અને 12 ની પરીક્ષાઓને લઈને સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઇ છે. જેમાં સીબીએસઇ અને આઈસીએસસી એમ બંન્ને બોર્ડ દ્વારા જણાવવામાં કહ્યું છે કે, તેઓ 15 મી જુલાઈ સુધી 10 અને 12 ના પરિણામ જાહેર કરશે. ત્યારબાદ સુપ્રીમ કોર્ટે સીબીએસઇને બાકીની 10 મી અને 12 મી પરીક્ષાઓને રદ કરવા માટે જાહેરનામું બહાર પાડવાની મંજૂરી આપી છે.
સીબીએસઇ અસેસમેન્ટ યોજના હેઠળ બોર્ડ પરીક્ષાના છેલ્લા ત્રણ પેપરના ગુણના આધારે નંબર આપવામાં આવશે. જેને લઈને સુપ્રીમ કોર્ટે સીબીએસઇને રદ પરીક્ષાઓ માટે વિદ્યાર્થીઓને ગુણ આપવાની મૂલ્યાંકન યોજના સાથે આગળ વધવાની મંજૂરી આપી છે.
અસેસમેન્ટ ફોર્મ્યુલા હેઠળ, જેમને ૩થી વધુ પેપરો આપ્યા છે, તેઓ બાકીના વિષયમાં સરેરાશ ૩ વિષયોના સ્કોરના આધારે અન્ય વિષયોના નંબર મળશે. જયારે જેમને 3 પેપર આપ્યા છે, તેઓને બેસ્ટ 2 ની સરેરાશથી નંબર મેળવશે. 12 ના વિદ્યાર્થીઓને વૈકલ્પિક પરીક્ષાની તક મળશે.
સીબીએસઇએ જણાવ્યું હતું કે, ધોરણ 12 ના વિદ્યાર્થીઓ જે પરીક્ષા આપવા અને કામગીરીમાં સુધારો (સ્કોર સુધારણા) નો વિકલ્પ પસંદ કરશે, તેઓને પછીથી પરીક્ષા લેવાની તક મળશે. સીબીએસઈની પરીક્ષાનું નિયંત્રણ કરનાર સન્યામ ભારદ્વાજે જણાવ્યું હતું કે જો કોઈ વિદ્યાર્થી વૈકલ્પિક પરીક્ષાનો વિકલ્પ પસંદ કરે છે તો આ પરીક્ષામાં તેના ગુણ અંતિમ ગુણ તરીકે ગણાશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.