વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે પોતાના રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત‘ દ્વારા કોરોના વાયરસનાં વધતા જતા કેસો વચ્ચે દેશને સંબોધન કરશે. પીએમ મોદીનો આ કાર્યક્રમ દરેક મહિનાનાં અંતિમ રવિવારે સવારે 11 વાગ્યે પ્રસારિત થાય છે. પીએમ મોદી છેલ્લા ઘણા સમયથી દર મહિને મન કી બાત કાર્યક્રમ દ્વારા દેશ સમક્ષ પોતાની વાતને રાખે છે.
વડા પ્રધાન મોદીનો આ 66 મો ‘મન કી બાત’ કાર્યક્રમ હશે. માનવામાં આવે છે કે આ કાર્યક્રમમાં પીએમ મોદી દેશમાં કોરોના વાયરસનાં કેસો વિશે વાત કરી શકે છે. જો કે પીએમ મોદી છેલ્લા કેટલાક એપિસોડમાં કોવિડ-19 પર બોલી ચુક્યા છે.
Prime Minister Narendra Modi to address the nation through his radio programme ‘Mann Ki Baat’ at 11 AM today. (file pic) pic.twitter.com/78nDUe1KgR
— ANI (@ANI) June 28, 2020