ભારતે 59 ચીની એપ પર પ્રતિબંધ મુક્યા બાદ ચીની સરકારે ભારતીય વેબસાઇટ્સ પર પણ પ્રતિબંધ મૂક્યો છે. ભારતીય ચેનલો અને વેબસાઇટ્સ હવે ચીનમાં વર્ચુઅલ પ્રાઇવેટ નેટવર્ક (વીપીએન) વિના એક્સેસ કરી શકાશે નહીં. જો કે હાલમાં વીપીએન પર પણ ચીની સરકારે પ્રતિબંધ મૂક્યો છે. જેના કારણે કોઈપણ રીતે ભારતીય વેબસાઇટ્સ ખુલી રહી નહીં.
બીજિંગનાં એક ડિપ્લોમેટિક સૂત્ર અનુસાર, ભારતીય ટીવી ચેનલો હવે ફક્ત આઇપી ટીવી દ્વારા જ જોઈ શકાશે. આપને જણાવી દઇએ કે, સેન્સર કરેલી વેબસાઇટ્સને વીપીએન દ્વારા એક્સેસ કરી શકાય છે. જોકે, ચીન વીપીએનને પણ પ્રતિબંધિત કરી રહ્યું છે. ભારતની વેબસાઇટ જ નહીં, ગૂગલ અને ફેસબુક જેવી વેબસાઇટ્સ પર પણ ચીનમાં પ્રતિબંધ છે. એક દિવસ અગાઉ સોમવારે, ભારત સરકારે ડેટા સુરક્ષા અને યુઝર્સનાં ડેટાની સુરક્ષા અને રાષ્ટ્રીય સુરક્ષાને ટાંકીને 59 ચાઇનીઝ એપ્સ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય કર્યો છે. ભારત તરફથી કહેવામાં આવી રહ્યું છે કે આ ચાઇનીઝ એપ્સનાં સર્વર ભારતની બહાર અસ્તિત્વમાં છે અને તેમના દ્વારા યુઝર્સનો ડેટા ચોરી કરવામાં આવી રહ્યો છે. આ 59 એપ્લિકેશનોમાં ટિકટોક, યુસી બ્રાઉઝર, હેલો અને શેરઇટ જેવી પણ લોકપ્રિય એપ્સ છે.
ભારત અને ચીન વચ્ચે છેલ્લા કેટલાક સમયથી તણાવ છે. 15 જૂને, લદ્દાખની ગલવાન ખીણમાં ભારત-ચીન સૈનિકો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. જેમાં 20 ભારતીય સૈનિકોએ જીવ ગુમાવ્યો હતો. ત્યારબાદથી બંને દેશો વચ્ચે ઘણો તણાવ છે. આવી સ્થિતિમાં ભારત સરકારની એપ પર પ્રતિબંધ હોવાને કારણે આર્થિક સ્તરે ચીનને પણ આંચકો લાગશે. વળી ચીની સરકારી મીડિયા દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે ચીન સાથેની આવી સ્પર્ધામાં ભારતને નુકસાન વેઠવું પડશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.